Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માટીના ગણપતિ થકી પર્યાવરણ બચાવવાનો વલસાડની મહિલાનો સંકલ્પ:કલકત્તા-મોરબીથી માટી મંગાવી 6 ઈંચથી સાડા ત્રણ ફૂટ સુધીની 60 જેટલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરી

    6 hours ago

    ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડમાં માટીના ગણપતિ બાપ્પાની મૂર્તિઓને પ્રોત્સાહન આપી પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ફાઇન આર્ટ્સમાં એપ્લાઈડ આર્ટનો અભ્યાસ કરનાર ચૈતાલીબેન રાજપૂતે વર્ષ 2016માં માત્ર એક માટીની ગણેશ મૂર્તિ બનાવી આ કાર્યની શરૂઆત કરી હતી. આજે તેમની આ પહેલ મહિલા ટીમ સાથે મળીને પર્યાવરણ જાળવણી અને મહિલા આત્મનિર્ભરતાના અભિયાનમાં પરિવર્તિત થઈ છે. કલકત્તા અને મોરબીથી ખાસ માટી મંગાવી મૂર્તિઓ તૈયાર કરે છે ચૈતાલીબેન કલકત્તા અને મોરબીથી વિશેષ પ્રકારની માટી મંગાવી શુદ્ધ માટીમાંથી ગણેશજીની આકર્ષક મૂર્તિઓ તૈયાર કરે છે. ચાલુ વર્ષે તેમણે 6 ઈંચથી લઈને સાડા ત્રણ ફૂટ સુધીની અંદાજે 60 જેટલી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી છે. તેમની બનાવેલી મૂર્તિઓને ભક્તો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહવાન બાદ સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી માટીની મૂર્તિઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. POPની મૂર્તિઓ જળચર જીવો માટે નુકસાનકારક ચૈતાલીબેનના જણાવ્યા મુજબ POPની મૂર્તિઓ તેમજ તેમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક રંગો પાણીના જળસ્રોતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મૂર્તિના વિસર્જન બાદ આ રસાયણો પાણીમાં ભળી જતાં જળચર જીવોને નુકસાન થવાની શક્યતા રહે છે. મોટી મૂર્તિઓમાં વપરાતા સળિયાના કારણે માછલી અને કાચબા સહિતના જળચર જીવો તેમાં ફસાઈને મૃત્યુ પામતા હોવાની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી. માટીની મૂર્તિથી આસ્થા સાથે પર્યાવરણનું પણ રક્ષણ ચૈતાલીબેનના મતે શુદ્ધ માટીની મૂર્તિનું વિસર્જન જ સાચા અર્થમાં વિસર્જન છે. પૂજા પૂર્ણ થયા બાદ માટીની મૂર્તિ પાણીમાં ઓગળી જઈ ફરી પ્રકૃતિમાં ભળી જાય છે. જ્યારે પી.ઓ.પી.ની મૂર્તિઓ વિસર્જન બાદ કાંઠા પર ખંડિત હાલતમાં જોવા મળતી હોવાથી આસ્થા સાથે સ્વચ્છતાને પણ ઠેસ પહોંચે છે. માટીની મૂર્તિઓને વધુ પ્રોત્સાહન મળે તો પર્યાવરણ સંરક્ષણની સાથે મોટી સંખ્યામાં મહિલાઓને રોજગારીની તકો પણ મળી શકે છે. બાળકોએ પોકેટ મનીમાંથી ખરીદ્યા માટીના બાપ્પા કોસંબા ગામની કુસુમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોએ પણ પર્યાવરણ સંરક્ષણનો પાઠ માત્ર શાળામાં શીખ્યો નહીં, પરંતુ તેને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી માટીના ગણપતિ બાપ્પા ખરીદવા ચૈતાલીબેન પાસે પહોંચ્યા હતા. બાળકોનો ઉત્સાહ જોઈ ચૈતાલીબેને તેમને મૂર્તિઓ અડધા ભાવે આપીને પ્રોત્સાહિત કર્યા હતા. સિનિયર સિટિઝનો માટે પણ અનુકૂળ વિકલ્પ માટીની નાની મૂર્તિઓ સિનિયર સિટિઝનો માટે પણ અનુકૂળ બની રહી છે. તેઓ પૂજા પૂર્ણ થયા બાદ ઘરે જ સરળતાથી માટીની મૂર્તિનું વિસર્જન કરી શકે છે. આ રીતે માટીના ગણપતિ બાપ્પા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતું સશક્ત માધ્યમ પણ બની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્વામિનારાયણ સંસ્થા પાસે આંદોલનના નામે NSUI નેતાએ 25 લાખ માગ્યા:શિક્ષણ સંસ્થાને મોડી રાત્રે કોલ કરી ધમકાવી ખંડણી માગ્યાનો આક્ષેપ
    Next Article
    तृषा की बेइज्जती नहीं भूले CM Vijay? Stalin को दे दी एक्शन की चेतावनी! |TamilNadu Politics |Top News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment