Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ ભૂખ્યા સાસરિયાના સતત ત્રાસથી કંટાળી યુવતીનો એસિડ પી આપઘાત:પરસેવાની કમાણીથી ખરીદેલું એક્ટિવા શિખવાની સામાન્ય ઈચ્છા કાળ બની

    9 hours ago

    સામાજિક કુરિવાજો અને દહેજની ભૂખે વધુ એક માસૂમ મહિલાનો ભોગ લીધો છે. કચરા-પોતાની મજૂરી કરીને પોતાના પરસેવાના રૂપિયાથી ખરીદેલું એક્ટિવા શીખવાની સામાન્ય અપેક્ષા 28 વર્ષીય પરણિતા માટે જીવલેણ સાબિત થઈ છે. મહેસાણા ખાતે દહેજ ભૂખ્યા સાસરિયાઓ દ્વારા આપવામાં શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને પરણિતાને એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા પેથાપુર પોલીસે પતિ, સાસુ અને બે નણંદો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. દીકરી અને દીકરાએ માતા ગુમાવી ગાંધીનગરના પેથાપુરના આંકોલ ખાતે રહેતા અને છૂટક મજૂરી કરતા 60 વર્ષીય બાબુભાઈ ભીખાભાઈ ભરથરીની દીકરી કાજલના લગ્ન આશરે 8 થી 10 વર્ષ અગાઉ મહેસાણાના ગોકુળધામ પાસે આવેલા ડેલાવસાવત હનુમાનજી મંદિર નજીક રહેતા અશોકભાઈ કડવાભાઈ ભરથરી સાથે થયા હતા. આ લગ્નથી કાજલને સંતાનમાં 8 વર્ષની દીકરી દ્રષ્ટિ અને 6 વર્ષનો દીકરો સૂરજ છે. એક્ટિવા શીખવાડવાનું પતિને કહેતા મામલો બિચક્યો પરિવારનું ગુજરાન ચલાવવા કાજલ મહેસાણાની આસપાસની સોસાયટીઓમાં કચરા-પોતાનું કામ કરતી હતી. પોતાની કમાણીમાંથી તેણે મહેનત કરીને એક એક્ટિવા ખરીદ્યું હતું. ગત તારીખ 23 ઓક્ટોબરના સાંજના સમયે કાજલે આ એક્ટિવા શીખવાડવા માટે પોતાના પતિ અશોકને વાત કરી હતી. આ સામાન્ય વાતમાં સાસરિયાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સાસુ દેવુબેન, નણંદ રમીલાબેન તથા વશીબેને કાજલ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી. 'તારા બાપના ઘરેથી પૈસા મંગાવી લેજે નહીંતર મારી નાખીશ' જ્યારે સાસુ દેવુબેને કપડા ધોવાના ધોકા વડે કાજલને બેફામ માર માર્યો હતો અને પતિ અશોકે પણ સાસરિયાઓનું ઉપરાણું લઈ કાજલને ગડદાપાટુનો માર મારી તારા બાપના ઘરેથી પૈસા મંગાવી લેજે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે કાજલે પિતાને ફોન કરતાં પિતા બાબુભાઈ, તેમનો પુત્ર અને પરિવારના સભ્યો તાત્કાલિક મહેસાણા સાસરીમાં પહોંચ્યા હતા. સાસરિયાઓના સતત ત્રાસથી એસિડ પી લીધું જ્યાં સાસરિયાઓએ નાણાંની માંગણી કરતાં પિતાએ દીકરીનું ઘર ન ભાંગે તે માટે રૂ. 20,000 રોકડા આપ્યા હતા. પરંતુ કાજલ માનસિક રીતે ભાંગી પડી હોવાથી પિતા તેને પેથાપુર પોતાના ઘરે લઈ આવ્યા હતા. જોકે પોતાના બે માસૂમ બાળકો મહેસાણા રહી ગયા હોવાથી અને સાસરિયાઓના સતત ત્રાસ તથા ભવિષ્યની ચિંતાથી કંટાળીને કાજલે 25 ઓક્ટોબરના રોજ સવારે પિતાના ઘરે શૌચાલયમાં પડેલી એસિડની બોટલમાંથી એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન રાતે મોત થયું કાજલ એસિડ પી બહાર આવી ઉલટીઓ કરવા લાગતાં પરિવારે તરત જ તેને 108 મારફતે ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન રાત્રે ડોક્ટરોએ કાજલને મૃત જાહેર કરી હતી.આ બનાવ અંગે પિતા બાબુભાઈ ભરથરીની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે મૃતકના પતિ અશોકભાઈ કડવાભાઈ ભરથરી, સાસુ દેવુબેન કડવાભાઈ ભરથરી, નણંદ રમીલાબેન અને વશીબેન (તમામ રહે. મહેસાણા) સામે ગુનો નોંધી વધુ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સતીશ મરાઠા હત્યાકાંડ બાદ ‘SR કંપની’ ગેંગ ફરી સક્રિય:રાહુલ એપાર્ટમેન્ટે જૂની અદાવતમાં 26 ગુના ધરાવતા હિસ્ટ્રીશીટરનું અપહરણ કરાવ્યું, ગેંગે અજયને ઢોરમાર મારી પક્કડથી નખ ખેંચ્યો
    Next Article
    સારોલીમાં વેપારી સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી:દલાલ મારફતે 28 લાખનું કાપડ ખરીદ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment