Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારોલીમાં વેપારી સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી:દલાલ મારફતે 28 લાખનું કાપડ ખરીદ્યું હતું

    18 hours ago

    સારોલીમાં કાપડનો માલ ખરીદ્યા બાદ 10.03 લાખ રૂપિયાનું પેમેન્ટ ન કરીને એક વેપારીએ અન્ય વેપારી અને તેના સાગરીતો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે મુંબઈની એક પેઢીના સંચાલકોએ કાપડ દલાલના માધ્યમથી સંપર્ક કરીને માલનું પેમેન્ટ સમયસર કરી દેવાનો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ તેમણે 27.89 લાખ રૂપિયાનું કાપડ ખરીદી લીધું હતું, પરંતુ બાકી રકમ ચૂકવવામાં આનાકાની કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી રાખી કમલકિશોર જગદીશપ્રસાદ રાઠી (45) વેસુ સ્થિત કેપિટલ ગ્રીન સોસાયટીમાં રહે છે અને કાપડનો વેપાર કરે છે. તેમની દુકાન સારોલીના રાધાકૃષ્ણ લોજિસ્ટિક પાર્કમાં ભાર્ગી ફેબલાઈનના નામે આવેલી છે. ફરિયાદમાં અંજલિ મારુતિ પવાર, તેમની પેઢી આનેરી એન્ટરપ્રાઈઝના મેનેજર વિશાલભાઈ અને કાપડ દલાલ વિવેક અગ્રવાલના નામ સામેલ છે. વિવેક અગ્રવાલ સુરત ટેક્સટાઈલ એજન્સીના સંચાલક હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ, 30 જૂન 2022 થી 24 જુલાઈ 2023 ની વચ્ચે કાપડ દલાલ વિવેક અગ્રવાલ મારફતે અંજલિ પવાર અને વિશાલભાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીની દુકાનમાંથી કુલ 27,89,567 રૂપિયાનું કાપડ ખરીદ્યું હતું. આરોપ છે કે આરોપીઓએ વેપારીને ભરોસો આપ્યો હતો કે માલનું પેમેન્ટ નક્કી કરેલા સમયે કરી દેવામાં આવશે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, ખરીદાયેલા કાપડની કુલ રકમમાંથી 10,03,341 રૂપિયાનું પેમેન્ટ હજુ સુધી કરવામાં આવ્યું નથી.તું
    Click here to Read More
    Previous Article
    દહેજ ભૂખ્યા સાસરિયાના સતત ત્રાસથી કંટાળી યુવતીનો એસિડ પી આપઘાત:પરસેવાની કમાણીથી ખરીદેલું એક્ટિવા શિખવાની સામાન્ય ઈચ્છા કાળ બની
    Next Article
    જીવનરક્ષક દવાઓમાં ઉઘાડી લૂંટ:પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવા લોકો માટે સૌથી વધુ જોખમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment