Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનરક્ષક દવાઓમાં ઉઘાડી લૂંટ:પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવા લોકો માટે સૌથી વધુ જોખમી

    19 hours ago

    સુરતમાં બોગસ તબીબો મોટા પ્રમાણમાં દુકાન ખોલી રહ્યા છે યુ.પી. અને બંગાળ જેવા રાજ્યોમાં કમ્પાઉન્ડરને અનુભવનું સર્ટિફિકેટ અપાય છે. સાથે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ મળવાના કારણે આવા ઊંટવૈદોના પ્રિસ્ક્રિપ્શન પર પણ દવા વેચાય છે, ત્યારે સરકારે આવા ઊંટવૈધો પર લગામ કસવાની જરૂર છે. હોમિયોપેથી અને આયુર્વેદિક તબીબોને પણ એલોપેથીની સારવારની છૂટ નહીં હોવા છતાં તેઓ પણ દવાની દુકાન કરતા સ્ટોક સંગ્રહ કરે છે. કેન્સર સહિતના રોગોમાં જીવન રક્ષક દવામાં 30% માર્જિનનો અમલ કયારે? કેન્સર સહિતના રોગની જીવન રક્ષક દવામાં ઊઘાડી લૂંટ સામે કેન્દ્ર સરકારે આ દવા ઉપર માર્જિન કેપ 30 ટકાની સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી છે. પરંતુ આનો લાભ દર્દીને ક્યારે મળશે એ હજુ સ્પષ્ટ નથી. આ દવાની કિંમત નેશનલ ફાર્મા પ્રાઈસ ઓથોરિટી નકકી કરે છે, સરકારની એફિડેવીટ બાદ પણ NPPA દ્વારા માર્જિન કેપના અમલમાં વિલંબ કરાઈ રહ્યો છે. આ અંગે ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનએ પણ જવાબ આપવો જોઈએ કે, 300ની દવાના 3 હજાર કઇ રીતે લેવાય છે. ચણા-મમરાની જેમ કરાય રહ્યું છે એન્ટિબાયોટિક દવાનું બેફામ વેચાણ એન્ટિબાયોટિક દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. ઓનલાઈન ઉપરાંત ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખુલેલી દવાની દુકાનોમાં આવી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના પર સરકારે નિયંત્રણ મૂકવાની જરૂર છે. શહેરમાં 6500થી વધુ અને જિલ્લામાં 700થી વધુ દવાની દુકાનો છે જ્યારે મોલ અને સુપર માર્કેટમાં પણ દવાની દુકાનો ખુલી જતાં આ દવાઓ છૂટથી વેચાઈ રહી છે . દવાઓમાં અપાતા ભારે ડિસ્કાઉન્ટ પાછળ મોટો ખેલઑ મેડિકલ સ્ટોર્સ દ્વારા અપાતી ભારે ડિસ્કાઉન્ટની ઓફર પાછળ મોટો ખેલ ચાલી રહ્યો છે. વાસ્તવમાં દવાના વેચાણમાં હોલસેલરને જીવનરક્ષક દવામાં 8 ટકા અને અન્ય દવાઓ પર 10 ટકા માર્જિન મળે છે, જ્યારે રિટેલરને 16થી 20 ટકા માર્જિન મળતું હોય છે. આ સ્થિતિ વચ્ચે કેટલાક વેપારીઓ 20થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ કઈ રીતે આપી શકે, તે તપાસનો વિષય છે. મોટાભાગે આવા ડિસ્કાઉન્ટની આડમાં ઓછી કિંમતની જેનરિક દવા પધરાવીને સામાન્ય દર્દીઓ સાથે છેતરપિંડી કરાય છે.કોર્પોરેટ સેક્ટરની હોસ્પિટલોમાં કંપની એપ્રૂવ્ડના નામે દવાઓનો સીધો સપ્લાય કરાય છે. આ વ્યવસ્થામાં ડેપો, ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલર એમ ત્રણ સ્તરની ચેઈન બાયપાસ થઈ જતાં સીધું 26 ટકા માર્જિન બચી જાય છે. જેથી હોસ્પિટલો 20 ટકાથી વધુ વળતર આપી શકે છે. પરિણામે ગ્રાહકો સામાન્ય મેડિકલ સ્ટોર પર જઈને કિંમત બાબતે માથાકૂટ કરે છે.આ ઉપરાંત, પેટન્ટ પૂર્ણ થયા બાદ દવાની કિંમત યુનિવર્સલ પ્રાઇસના દાયરામાં છતાં યુનિક કિંમત બાબતે સરકાર કે દવા કંપનીઓ દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી. નિયમનના અભાવે દર્દીઓને આર્થિક નુકસાન થાય છે. ફાર્માસિસ્ટ હોવા છતાં કેટલીક દવાના વેચાણમાં તંત્રની હાજરી વિવાદનો મુદ્દો રાજ્યમાં ફાર્માસિસ્ટની ડિગ્રી ફક્ત દવાની દુકાન ખોલવા માટેના લાયસન્સ આપવા પૂરતી સીમિત રહી ગઈ છે. ફાર્માસિસ્ટ હોવા છતાં કેટલીક દવાઓના વેચાણમાં પોલીસ, એસઓજી., શિક્ષણ વિભાગ, સમાજ કલ્યાણ ખાતુ ઉપરાંત ડ્રગ અધિકારીની હાજરીનો મુદ્દો વિવાદી બન્યો છે. આ સિસ્ટમ ઉઘરાણીનું માધ્યમ બની ગયો છે, જેમાં હપ્તા શરૂ થયાની ફરિયાદ વધી રહી છે. નકલી દવા સામે ઓછી ગુણવત્તા વાળી દવા | રાજ્યમાં નકલી દવાની સાથે ઓછી ગુણવત્તા વાળી સ્પ્યુરિયસ દવાઓનું પણ મોટું માર્કેટ ઉભરી રહ્યું છે. ડિસ્કાઉન્ટની લાલચમાં લોકોને સ્પુટીયસ દવાઓ પધરાવાઈ રહી છે. આ દવા સંપૂર્ણ રીતે નકલી નથી હોતી પરંતુ પેરાસિટામોલ જેવી દવામાં પણ તેના આંશિક તત્ત્વ હોય અને અન્ય મિશ્રણ કરીને દવાઓ વેચાઈ રહી છે. હાલ આ દવા છૂટકમાં વેચાય છે. દવાની કિંમત બોકસ સાથે અને બોક્સ વિના અલગ હોય છે ત્યારે કઈ દવા સ્પુટીયસ છે કે, અસલી એની પસંદગી કરવી દુકાનદારો માટે પણ માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. ડિસ્કાઉન્ટના ચક્કરમાં દવા વિતરણની આખી ઓથોરાઈઝડ ચેનલ ખોરવાઈ ગઈ છે. સુરત : વર્ષો જૂના કાયદાઓમાં સુધારો નહીં થતાં કેમિસ્ટો નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઈ કોમર્સના પ્લેટ ફોર્મ ઉપર દવાના વેચાણ ઉપર અપાયેલી કોરોના કાળની હંગામી છૂટ સમાપ્ત કરી દેવાઇ છતાં હજુ પણ સંખ્યાબંધ એપ પર ખુલ્લે આમ પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ વેચાઈ રહી છે. આ અંગે દિવ્ય ભાસ્કરના પ્રજાના અવાજના ટોક શોમાં ચર્ચા કરાઇ હતી. જેમાં સુરત કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો.ના પ્રમુખ મનસુખ રૈયાણી, ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્ય ભીખાલાલ ગોયાણી, સભ્યો મયંક શેઠના, સુરેશ રામાણી, વિજય પ્રાગડા, ધર્મેશ માવાણી, દેવેન્દ્ર પટેલ, મનોજ રંગપરીયા, પિયુષ પટેલ અને અશોક માંગુકીયા સહિતના સભ્યો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સારોલીમાં વેપારી સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી:દલાલ મારફતે 28 લાખનું કાપડ ખરીદ્યું હતું
    Next Article
    How the Greatest Empire on Earth Fell So Quickly | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment