Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીઓના રક્ષણ માટે શિક્ષકોનું અનોખું દાન:સર્વાઇકલ કેન્સર રસી માટે SPU પ્રોફેસરોએ 86,250 રૂપિયા એકઠા કર્યા

    6 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના ગણિત વિભાગમાં સામાન્ય રીતે રોજ જટિલ પ્રમેયો અને અઘરા આંકડાઓના સમીકરણો ઉકેલાતા હોય છે. પરંતુ 1 સપ્ટેમ્બરના રોજ આ વિભાગના પ્રાધ્યાપકોએ પોતાના હૃદયમાંથી એક અનોખો અને ભાવનાત્મક હિસાબ માંડ્યો હતો. કુલપતિની સંવેદનશીલ પહેલ અને ગણિત વિભાગનો સાથ આ સંવેદનશીલ અને પ્રેરણાદાયી વિચારની શરૂઆત સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે કરી હતી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીઓનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે તે હેતુથી તેમણે ગર્ભાશયના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ આપતી રસી અપાવવાની એક ઉમદા પહેલ વિચારી હતી. આ રસી ઘણી વિદ્યાર્થિનીઓ માટે આર્થિક રીતે મોંઘી સાબિત થતી હોવાથી, કુલપતિના આ સંવેદનપૂર્ણ વિચારને સાકાર કરવા માટે ગણિત વિભાગના અધ્યાપકોએ ઉત્સાહભેર સ્વેચ્છાએ મદદનો હાથ લંબાવ્યો હતો. પ્રાધ્યાપકોની ઉદારતા અને આર્થિક સહયોગ પોતાના પરિવાર સમાન આ દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે ગણિત વિભાગના વડા પ્રો. એચ. વી. ડેડાણીયા સહિત ડો. ડિમ્પલ ચાલિસહજાર, ડો. જ્યોતિન્દ્ર પ્રજાપતિ, મીના પ્રજાપતિ, યોગિની શુક્લા, હર્ષિલ પ્રજાપતિ, ડો. કમલેશ બલેવિયા, ડો. વિપુલ શાહ, ડો. હિમાલી મહેતા અને ડો. એ. એચ. હાસમાણી જેવા તમામ પ્રાધ્યાપકો આગળ આવ્યા હતા. તમામ ગુરુજનોએ પોતાની શક્તિ મુજબ રસીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. 23 દીકરીઓ માટે ₹86,250 ની સહાય આ ઉમદા કાર્યમાં કોઈ અધ્યાપકે 1 કે 2 તો કોઈએ 4 થી 5 દીકરીઓની રસીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. આ રીતે જોતજોતામાં 23 દીકરીઓ માટે કુલ ₹86,250 ની રકમ એકત્ર થઈ ગઈ હતી. યુનિવર્સિટીના રજિસ્ટ્રારને સંબોધાયેલો એ પત્ર માત્ર એક સત્તાવાર દસ્તાવેજ ન બની રહેતા ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ, નેતૃત્વની સંવેદનશીલતા અને સામાજિક ઉત્તરદાયિત્વની એક ભાવુક કથા બની ગયો છે. શિક્ષકોએ સાબિત કરી દીધું કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું સીમિત નથી, પણ જરૂર પડે ત્યારે વડીલ બનીને સંતાનો માટે સુરક્ષા કવચ બનવામાં છે.
    Click here to Read More
    Previous Article
    તિથલ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો:કાગળ પર RO પ્લાન્ટ-શૌચાલય બનાવી 5-5 લાખ ઉપાડી લીધા, ફરિયાદ બાદ TDOની ટીમે તપાસ કરી
    Next Article
    શહેર કોંગ્રેસનો ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન:હલ્દ્વાનીની ઘટના અને રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં ચક્કાજામ, પોલીસ કાર્યકરોની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment