Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેર કોંગ્રેસનો ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન:હલ્દ્વાનીની ઘટના અને રાહુલ ગાંધી સામે FIRના વિરોધમાં ચક્કાજામ, પોલીસ કાર્યકરોની અટકાયત કરી

    6 hours ago

    ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે કથિત અસ્પૃશ્યતા વિવાદ અને ત્યારબાદ રાહુલ ગાંધી સામે નોંધાયેલી FIRના પ્રત્યાઘાત રૂપે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રસ્તો રોકીને આક્રમક ચક્કાજામ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈ પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો હલ્દ્વાનીમાં ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે થયેલા કથિત અસ્પૃશ્યતા અને ‘શુદ્ધિકરણ’ વિવાદ બાદ રાજકારણ ગરમાયું છે. આ ઘટના બાદ દોષિતો સામે FIR કરવાની માગ સાથે પ્રેસ કોન્ફરન્સ કરનાર રાહુલ ગાંધી સામે જ પોલીસ કેસ નોંધાતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ છે. જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રસ્તો રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપ અને RSS પર શહેર કોંગ્રેસ પ્રમુખના પ્રહાર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને RSSના કાર્યકરો દ્વારા શુદ્ધિકરણના નામે ઘૃણાસ્પદ નીતિ અપનાવવામાં આવી છે. આ મામલે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી પર જ સરકારના ઈશારે ખોટી FIR દાખલ કરવામાં આવી છે. જે સરકારની વિરોધ સહન ન કરવાની નીતિ દર્શાવે છે. દેશમાં જાતિવાદની રાજનીતિને કોંગ્રેસ પક્ષ ક્યારેય સાંખી લેશે નહીં. ભાવનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી રસ્તો રોક્યો હતો અને દોષિતો સામે તાત્કાલિક પગલાં ભરવાની તેમજ રાહુલ ગાંધી પરનો કેસ પાછો ખેંચવાની માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દીકરીઓના રક્ષણ માટે શિક્ષકોનું અનોખું દાન:સર્વાઇકલ કેન્સર રસી માટે SPU પ્રોફેસરોએ 86,250 રૂપિયા એકઠા કર્યા
    Next Article
    47 लाख दिल्ली के वोटर कहाँ चले गए? स्थायी रुप से पता बदलने वाले कहाँ चले जाते हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment