Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિથલ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો:કાગળ પર RO પ્લાન્ટ-શૌચાલય બનાવી 5-5 લાખ ઉપાડી લીધા, ફરિયાદ બાદ TDOની ટીમે તપાસ કરી

    6 hours ago

    વલસાડના તિથલ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. તિથલ પ્રાથમિક શાળા પાસે સરકારી ચોપડે 5 લાખ રૂપિયાનું શૌચાલય અને 5 લાખ રૂપિયાનો RO પ્લાન્ટ મંજૂર કરીને તેના બિલ પણ રજૂ કરી દેવાયા હતા. જોકે, હકીકતમાં સ્થળ પર કોઈ કામ થયું જ નથી. જાગૃત નાગરિકોની ફરિયાદ બાદ તાલુકા વિકાસ અધિકારી (TDO)ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. તિથલના જાગૃત નાગરિક કિરીટ પટેલે 40-45 ગ્રામજનો સાથે મળીને આ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી હતી. તેમણે ગત જૂન મહિનામાં BDO અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. કિરીટ પટેલે 4 જૂન, 2026ના રોજ BDOને અને 17 જૂન, 2026ના રોજ કલેક્ટરને ફરિયાદ આપી હતી. 'ઈ-ગ્રામ સ્વરાજ' પોર્ટલ પરથી મિલકત રજિસ્ટર અને કામોની વિગતો ડાઉનલોડ કરતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો. પોર્ટલ પર તિથલ પ્રાથમિક શાળા પાસે 5 લાખ રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય અને 5 લાખ રૂપિયાના ખર્ચે RO પ્લાન્ટનું કામ પૂરું થયું હોવાનું દર્શાવાયું હતું. ગામલોકોની ફરિયાદ પછી TDO કચેરીએ મહિલા અને પુરુષ અધિકારીઓની એક ખાસ ટીમ તિથલ મોકલી. તપાસ ટીમે સ્થળ પર પહોંચીને દસ્તાવેજો તપાસ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. કાગળ પર દર્શાવેલ 5 લાખ રૂપિયાનું શૌચાલય અને 5 લાખ રૂપિયાનો RO પ્લાન્ટ સ્થળ પર છે જ નહીં. આરોપ છે કે, સરપંચે ફક્ત કાગળ પર કામ બતાવીને લાખો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપત કરી છે. સ્થળ તપાસ દરમિયાન અધિકારીઓએ પંચાયતના રેકોર્ડ અને પુરાવાઓની તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદી અને ગ્રામજનોની માંગ છે કે સરકારી નાણાંનો ખોટો ઉપયોગ કરનાર સરપંચ અને તેમાં સામેલ અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી થાય. હાલમાં TDO ટીમનો તપાસ રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કારેલીબાગમાં 12 ફૂટના 82 કિલો નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ:25 યુવાનોએ વડવાઈયો, પડિયા-પતરડા અને નાળિયેરની છાલમાંથી દોઢ મહિનાની મહેનત બનાવી
    Next Article
    દીકરીઓના રક્ષણ માટે શિક્ષકોનું અનોખું દાન:સર્વાઇકલ કેન્સર રસી માટે SPU પ્રોફેસરોએ 86,250 રૂપિયા એકઠા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment