Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારેલીબાગમાં 12 ફૂટના 82 કિલો નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ:25 યુવાનોએ વડવાઈયો, પડિયા-પતરડા અને નાળિયેરની છાલમાંથી દોઢ મહિનાની મહેનત બનાવી

    7 hours ago

    ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટી ખાતે ગણેશ મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી પર્યાવરણમૈત્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ મંડળનું આ 11મું વર્ષ છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે મૂર્તિ બનાવવા માટે આશરે 80 થી 82 કિલો નાડાછડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિ તૈયાર કરવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો છે, જેમાં મંડળના 25 જેટલા યુવાનોએ મહેનત કરી છે. મૂર્તિ બનાવવા પાછળ અંદાજિત રૂ.16,700નો ખર્ચ થયો છે. ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી તેનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ગત વર્ષે વડવાઈયો, પડિયા-પતરડા અને નાળિયેરની છાલમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. પર્યાવરણમૈત્રી મૂર્તિ દ્વારા વધુને વધુ લોકો પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. શ્રી ગણેશ મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું નથી, જેથી પર્યાવરણ પર થતી વિસર્જનની અસરને પણ ટાળી શકાય. છેલ્લા 10 વર્ષથી મંડળ દ્વારા આ પર્યાવરણમૈત્રી પરંપરા જાળવી રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવજીવન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એન્ટી રેગિંગ પ્રોગ્રામ યોજાયો:CWDC વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને રેગિંગ કાયદા અને સુરક્ષિત વાતાવરણ વિશે માર્ગદર્શન મળ્યું
    Next Article
    તિથલ ગ્રામ પંચાયતના સરપંચ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો:કાગળ પર RO પ્લાન્ટ-શૌચાલય બનાવી 5-5 લાખ ઉપાડી લીધા, ફરિયાદ બાદ TDOની ટીમે તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment