Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPU ના વિમેન્સ સ્ટડીઝ સેન્ટરે કિચન ગાર્ડનિંગ વર્કશોપ યોજી:20 થી વધુ મહિલાઓએ પ્રાયોગિક તાલીમ મેળવી

    8 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા વલ્લભ વિદ્યાનગર ખાતેના યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં બે દિવસીય 'કિચન ગાર્ડનિંગ વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 20થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે ઘરઆંગણે પોષણયુક્ત શાકભાજી, ઔષધીય છોડ અને ઉપયોગી વનસ્પતિઓની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી અંગે પ્રાયોગિક તાલીમ મેળવી હતી. બાયો સાયન્સ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. કલ્પેશ ઈશનાવા વર્કશોપના નિષ્ણાત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કિચન ગાર્ડન માટે યોગ્ય સ્થળની પસંદગી, માટીની તૈયારી, બીજ અને રોપાઓની પસંદગી, ઓર્ગાનિક ખાતરનો ઉપયોગ, છોડની જાળવણી, પાણીનું યોગ્ય વ્યવસ્થાપન તેમજ ઋતુ અનુસાર વિવિધ શાકભાજી અને ઔષધીય છોડ ઉગાડવાની સરળ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, સહભાગીઓને બોટનિકલ ગાર્ડનમાં વિવિધ પ્રકારના ઔષધીય અને ઉપયોગી છોડની મુલાકાત કરાવી તેમની વિશેષતાઓ અને ઉપયોગ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વર્કશોપનો મુખ્ય હેતુ મહિલાઓમાં પોષણ સુરક્ષા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. તેનો ઉદ્દેશ્ય ઘરઆંગણે તાજા, રાસાયણિક મુક્ત અને પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવાનો પણ હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટરના માનદ નિયામક ડૉ. વિરાજ રોઘેલિયા અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કુ. સરિતા સોલંકી દ્વારા વર્કશોપનું સફળ સંકલન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભગિની સમાજ દ્વારા 34 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ:28 વિધવા બહેનોને રાશન કીટ અપાઈ, જાયન્ટ સહિયર ગ્રુપનો સહયોગ
    Next Article
    RPCPને PCI-QCI NABETનો 'A' ગ્રેડ મળ્યો:શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ દેશની ટોચની 50 ફાર્મસી કોલેજોમાં સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment