Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RPCPને PCI-QCI NABETનો 'A' ગ્રેડ મળ્યો:શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ દેશની ટોચની 50 ફાર્મસી કોલેજોમાં સ્થાન

    8 hours ago

    ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઑફ ફાર્મસી (RPCP) એ ફાર્મસી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (PCI) અને ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI)-NABET દ્વારા સંયુક્ત રીતે અમલમાં મુકાયેલા નેશનલ રેટિંગ અને રેન્કિંગ ફ્રેમવર્ક અંતર્ગત પ્રતિષ્ઠિત 'A' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ સાથે RPCP દેશની ટોચની 50 ફાર્મસી કોલેજોમાં સ્થાન પામી છે. આ 'A' ગ્રેડ શૈક્ષણિક વર્ષ 2026-27થી આગામી પાંચ વર્ષ માટે માન્ય રહેશે. તે સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા, સંસ્થાકીય કાર્યક્ષમતા અને નિયમનકારી ધોરણોના પાલનની રાષ્ટ્રીય કક્ષાની માન્યતા દર્શાવે છે. PCI-QCI NABETનું મૂલ્યાંકન દેશની ફાર્મસી સંસ્થાઓ માટેની સૌથી વ્યાપક અને પારદર્શક ગુણવત્તા મૂલ્યાંકન પ્રક્રિયાઓમાંનું એક છે. તેમાં અભ્યાસક્રમ, શિક્ષણ-અધ્યયન પ્રક્રિયા, પ્રાયોગિક શિક્ષણ, સંશોધન, ફેકલ્ટીની ગુણવત્તા, આધુનિક પ્રયોગશાળાઓ, ઉદ્યોગ જોડાણ, વિદ્યાર્થીઓની પ્રગતિ, પ્લેસમેન્ટ, ઇનોવેશન અને માળખાકીય સુવિધાઓનું સઘન મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં દસ્તાવેજી ચકાસણી, ઑન-સાઇટ મૂલ્યાંકન અને નિષ્ણાતોની મુલાકાતનો સમાવેશ થાય છે. મૂલ્યાંકન દરમિયાન, નિષ્ણાત સમિતિએ કોલેજના શૈક્ષણિક અને વહીવટી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તેમણે પ્રયોગશાળાઓ, વર્ગખંડો, લાઇબ્રેરી અને સંશોધન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. સમિતિએ RPCPમાં અમલમાં રહેલી Outcome-Based Education, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, ICT આધારિત શિક્ષણ, ઉદ્યોગલક્ષી તાલીમ, સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ અને વિદ્યાર્થીઓની પ્રાયોગિક કુશળતાની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ, ડીન, ફેકલ્ટી ઑફ ફાર્મસી ડૉ. સમીર પટેલ તથા RPCPના પ્રિન્સિપાલ ડૉ. મનન રાવલે સમગ્ર RPCP પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય માન્યતા વૈશ્વિક સ્તરે સક્ષમ ફાર્મસી વ્યાવસાયિકો તૈયાર કરવાના ચારુસેટના વિઝનને વધુ મજબૂત બનાવે છે. આ સિદ્ધિ ગુણવત્તાસભર શિક્ષણ, અસરકારક સંશોધન, ઇનોવેશન તથા ઉદ્યોગલક્ષી ફાર્મસી શિક્ષણ માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાં RPCPનું સ્થાન વધુ દ્રઢ કરે છે. આ સિદ્ધિ યુનિવર્સિટી મેનેજમેન્ટ, ફેકલ્ટી મેમ્બર્સ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, એલ્મની તથા ઉદ્યોગ સહયોગીઓના સતત પ્રયાસો અને ગુણવત્તા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
    Click here to Read More
    Previous Article
    SPU ના વિમેન્સ સ્ટડીઝ સેન્ટરે કિચન ગાર્ડનિંગ વર્કશોપ યોજી:20 થી વધુ મહિલાઓએ પ્રાયોગિક તાલીમ મેળવી
    Next Article
    Kota: डिलीवरी के बाद ऐसा क्या हुआ कि कई महिलाओं की किडनी फेल हो गई?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment