Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભગિની સમાજ દ્વારા 34 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ:28 વિધવા બહેનોને રાશન કીટ અપાઈ, જાયન્ટ સહિયર ગ્રુપનો સહયોગ

    9 hours ago

    પાટણમાં ભગિની સમાજ અને જાયન્ટ સહિયર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 34 સીવણ તાલીમાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભગિની સમાજ દ્વારા લ્યુનાબેન દેસાઈની પ્રેરણાથી 28 વિધવા બહેનોને જીવનજરૂરી રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ રાશન કીટ મુખ્યત્વે પાટણ નિવાસી અને હાલ અમેરિકા સ્થિત રંજુલાબેન ભરતભાઈ પટેલના પૌત્ર આરવના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવી હતી, જેમાં તેમના તરફથી 14 કીટનું દાન મળ્યું હતું. અન્ય દાતાઓમાં સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રમેશભાઈ વિરમદાસ પટેલ તરફથી પાંચ કીટ, ડો. લીલાબેન સ્વામી તરફથી બે કીટ, નાગરિક બેંકના ચેરમેન તરફથી ત્રણ કીટ, તેમજ ભાવનાબેન પટેલ અને ગૌરવીબેન મહેતા તરફથી એક-એક કીટનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો પ્રારંભ પાટણ આર્ટસ કોલેજના લાઇબ્રેરીયન વલ્લરીબેન મજમુદાર દ્વારા કરાયેલી મધુર પ્રાર્થના "હે કરુણાના કરનારા" થી થયો, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ડો. લીલાબેન સ્વામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થાના સભ્યો દ્વારા મહેમાનોને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી કેતાબેન પટેલ, રોટરી ક્લબના ડો. બાબુભાઈ પ્રજાપતિ, સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ રમેશભાઈ વિરમદાસ પટેલ, સહિયર ગ્રુપના પ્રમુખ વિશાખાબેન દવે, સીવણ તાલીમ વર્ગના પ્રોજેક્ટ ચેરમેન પ્રો. ભાવનાબેન પટેલ, તેમજ સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાની બહેનો, સીવણ તાલીમાર્થી બહેનો, ગંગાસ્વરૂપ વિધવા માતાઓ અને તેમના કુટુંબીજનો, સંસ્થાના સભ્યો અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ચેરમેન દિલીપભાઈ પટેલ અને કેતાબેને સંસ્થાની બહેનોને સંચા અને સ્વરોજગારી માટે બેંકમાંથી લોન લેવામાં મદદરૂપ થવાની બાંહેધરી આપી હતી. ડો. બાબુભાઈ પ્રજાપતિએ આ સેવાકીય કાર્યક્રમની સરાહના કરી ભવિષ્યમાં આવા કાર્યો વિસ્તારવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રમેશભાઈ પટેલે સેવાકીય કાર્યક્રમોમાં જરૂર પડે ત્યારે સહભાગી બનવાની ખાતરી આપી. ભાવનાબેન પટેલે જણાવ્યું કે સહિયર ગ્રુપ ભગિની સમાજના સંયુક્ત ઉપક્રમે વધુમાં વધુ સેવાકીય, રોજગારલક્ષી અને વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમોમાં સ્વેચ્છાએ જોડાશે. આ પ્રસંગે નલીનીબેન માને, હેમલતાબેન રાવલ, પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી તેમજ મોટી સંખ્યામાં સંસ્થાની સભ્ય બહેનો હાજર હતી. કાર્યક્રમના અંતે વાલીબેન પટેલે આભાર વિધિ કરી હતી, જ્યારે સંચાલન મનીષાબેને કર્યું હતું અને સંસ્થાનો પરિચય હેમાબેન મજમુદારે આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 230 Points As Oil Falls Below $80 Amid Iran-US Talks
    Next Article
    SPU ના વિમેન્સ સ્ટડીઝ સેન્ટરે કિચન ગાર્ડનિંગ વર્કશોપ યોજી:20 થી વધુ મહિલાઓએ પ્રાયોગિક તાલીમ મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment