Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPGમાં ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતની ADG તરીકે નિમણૂક:20 મે 2027 સુધી રહેશે કાર્યકાળ; કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ મહત્વપૂર્ણ જવાબદારી

    1 week ago

    ગુજરાત કેડરના વરિષ્ઠ IPS અધિકારી રાજીવ રંજન ભગતની સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)માં એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની એપોઇન્ટમેન્ટ્સ કમિટીએ (ACC) તેમની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રાજીવ રંજન ભગત SPGમાં ADG પદે નિયુક્ત કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટ સચિવાલયના સચિવ (સિક્યુરિટી) કાર્યાલય દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેના આધારે રાજીવ રંજન ભગતને SPGમાં ADG પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. 20 મે, 2027 સુધી જવાબદારી નિભાવશે આદેશ મુજબ, તેઓ પદનો ચાર્જ સંભાળે તે તારીખથી લઈને 20 મે, 2027 સુધી આ જવાબદારી નિભાવશે. તેમની નિમણૂક માટે હાલમાં તેઓ જે પદ પર કાર્યરત છે તેને વ્યક્તિગત ધોરણે તાત્કાલિક ADG સ્તરે અપગ્રેડ કરવામાં આવ્યું છે. ગુજરાત કેડરના 1998 બેચના IPS અધિકારી રાજીવ રંજન ભગત ગુજરાત કેડરના 1998 બેચના IPS અધિકારી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી ચૂકેલા ભગત હવે દેશના વડાપ્રધાન સહિત SPG સુરક્ષા હેઠળ આવતાં અતિ મહત્ત્વના વ્યક્તિઓની સુરક્ષા માટે જવાબદાર દળમાં ઉચ્ચ પદ પર ફરજ બજાવશે. SPG દેશની સૌથી વિશિષ્ટ સુરક્ષા એજન્સીઓમાંની એક SPG દેશની સૌથી વિશિષ્ટ સુરક્ષા એજન્સીઓમાંની એક ગણાય છે. આવી એજન્સીમાં ગુજરાત કેડરના અધિકારીને ADG સ્તરની જવાબદારી મળતા રાજ્યના પોલીસ તંત્ર માટે પણ ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું:સ્ટેટ જીએસટીએ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો જપ્ત કર્યો
    Next Article
    મોરબી સિવિલમાં 1500 ગ્લાસ શેરડી રસ-છાશનું વિતરણ:મુસ્કાન વેલફેર સોસાયટીએ પુરુષોત્તમ માસમાં કરી શીતળ સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment