Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં વધારો છતાં કોન્ટ્રેક્ટ બસ:બેસ્ટના કાફલામાં કોન્ટ્રેક્ટ પર લીધેલી 1500 બસનો ઉમેરો

    7 hours ago

    મુંબઈના રસ્તાઓ પર બેસ્ટની બસની ફેરીઓનું પ્રમાણ ઓછું થયું છે. આ સમસ્યા દૂર કરવા મુંબઈગરાનો પ્રવાસ સહેલો કરવા બેસ્ટના કાફલામાં કેન્દ્ર સરકારની પીએમ ઈ-ડ્રાઈવ યોજના અંતર્ગત 1500 નવી એસી ઈલેકટ્રીક મિડી બસ દાખલ કરવામાં આવશે. આ સંદર્ભના પ્રસ્તાવને બેસ્ટ સમિતીએ મંજૂરી આપી હતી. દરમિયાન આ બસ વેટલિઝની જ એટલે કે કોન્ટ્રેક્ટર પર લેવામાં આવશે. તેથી મુંબઈગરાના સુરક્ષિત બસ પ્રવાસ બાબતની ચિંતા યથાવત રહેશે. પ્રદૂષણમુક્ત પરિવહનને ઉતેજન આપવા રાજ્ય સરકારે ગયા વર્ષે 1500 નવી ઈલેકટ્રીક મિડી બસના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એના પર બેસ્ટ સમિતીએ મંજૂરીની મહોર મારી હતી. નવી બસના કારણે બેસ્ટના કાફલામાં બસની સંખ્યા વધશે. બેસ્ટ પાસે અત્યારે 12 મીટર લાંબી ઈલેકટ્રીક બસનું પ્રમાણ વધારે છે. આ બસ ઉપનગરોમાં અનેક ભાગના સાંકડા રસ્તા પર ચલાવવી શક્ય થતું નથી. આ રૂટ પર નવી મિડી બસ ચલાવવાની યોજના બેસ્ટ પ્રશાસને તૈયાર કરી છે. 1500 બસની મદદથી 125 રૂટ પર બસની ફેરીઓની સંખ્યા વધશે એમ પરિવહન વિભાગના મુખ્ય મહાવ્યવસ્થાપક રમેશ મડાવીએ જણાવ્યું હતું. બેસ્ટ સમિતીની બેઠકમાં આ નવી બસનો પ્રસ્તાવ મંજૂર કર્યાની માહિતી સમિતી અધ્યક્ષા તૃષ્ણા વિશ્વાસરાવે પત્રકાર પરિષદમાં આપી હતી. બસના પુરવઠા માટે બે કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. એમાંથી એક કંપની 70 ટકા એટલે કે 1 હજાર 50 બસ પૂરી પાડશે તો બીજી કંપની 30 ટકા એટલે કે 450 બસ પૂરી પાડશે. અકસ્માતમાં વધારો છતાં કોન્ટ્રેક્ટ બસ શહેરના રસ્તાઓ પર બેસ્ટની કોન્ટ્રેક્ટ બસનું પ્રમાણ વધારે છે. આમ છતાં બેસ્ટ પ્રશાસન તરફથી કોન્ટ્રેક્ટ બસ લેવા માટે શા માટે ભાર મૂકવામાં આવે છે? બેસ્ટના કાફલામાં પોતાની માલિકીની બસ ક્યારે વધશે એવો સવાલ મુંબઈગરા તરફથી ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. નવી બસનું સ્ટિયરીંગ કોન્ટ્રેક્ટ ડ્રાઈવરના હાથમાં જ આપવામાં આવશે. તેથી અકસ્માતનો સિલસિલો ચાલુ રહેશે એવો ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે પૂર્વ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન:ઇસ્કોન ગિરગામ ચોપાટી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી માટે સુસજ્જ
    Next Article
    કચ્છના અબડાસામાં ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ:મહારાષ્ટ્ર, કચ્છ (ગુજરાત), અને ઉત્તર પ્રદેશમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશઃ 21 તસ્કર પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment