Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પૂર્વ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન:ઇસ્કોન ગિરગામ ચોપાટી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી માટે સુસજ્જ

    6 hours ago

    શ્રી શ્રી રાધા ગોપીનાથ મંદિર, ઇસ્કોન ગિરગામ ચોપાટી, કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે લાખો ભક્તોને આવકારવા માટે સુસજ્જ છે. આ વર્ષે ઉજવણીમાં અનેક ખાસ આકર્ષણો છે. શ્રી શ્રી રાધા ગોપીનાથનો દેવતાનો પોશાક ગોવિંદ- લીલામૃતમાં એક સુંદર મનોરંજનથી પ્રેરિત છે, જેમાં પોપટ, ફૂલો અને દાડમનો સમાવેશ થાય છે. આ વિસ્તૃત પોશાક પરંપરાગત ભારતીય હસ્તકલાને જોડે છે જેમાં કટવર્ક, રેશમ ભરતકામ, પોથ અને કરદના કાર્ય અને ગોટાપટ્ટીનો સમાવેશ થાય છે. મંદિરના યુવા પેઢીના ભક્તો દ્વારા બનાવવામાં આવેલો મંગલાઆરતી પોશાક પરંપરાગત તંજોર પેઇન્ટિંગ શૈલીમાંથી પ્રેરણા લે છે. આ પહેલ યુવા ભક્તોને ભારતના સમૃદ્ધ કલાત્મક વારસા સાથે જોડાવા અને જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે.મંદિરને વૃંદાવનથી પ્રેરિત ગ્રોવમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેમાં પોપટ, દાડમ, ફૂલો, મૂળ અને રાજસ્થાની સ્થાપત્યના તત્વોનો સમાવેશ થશે. એક મુખ્ય આકર્ષણ ખાસ અભિષેક હશે, જેમાં દૂધ, દહીં અને ફળોના રસનો ઉપયોગ કરીને લગભગ 10,000 લિટર ચરણામૃત તૈયાર કરવામાં આવશે અને ભક્તોમાં વહેંચવામાં આવશે. ઉજવણીમાં બપોરે છપ્પનભોગનો પણ સમાવેશ થશે ત્યાર બાદ રાત્રે 108 પ્રકારના ભોગનો ભોગ ચઢાવવામાં આવશે. ગુરુવારે પૂર્વ જન્માષ્ટમીની ઉજવણી સવારે 5થી રાત્રે 9.05 સુધી ચાલશે, જેમાં મંગલા આરતી, શૃંગાર દર્શન, કૃષ્ણ લીલા પર શ્રીમદ ભાગવદ વર્ગ, દિવ્ય સ્નાન અભિષેકનો સમાવેશ રહેશે, જ્યારે શુક્રવારે સવારે 4.45 કલાકથી વિવિધ કાર્યક્રમો યોજાશે, જ્યારે મધરાત્રે 12.00 વાગ્યે મહાઆરતી થશે.
    Click here to Read More
    Previous Article
    ચકાસણી સમિતિએ જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠરાવ્યું:વિશાખા રાઉતનું નગરસેવક પદ જોખમમાં:અરજી ફગાવાઈ
    Next Article
    અકસ્માતમાં વધારો છતાં કોન્ટ્રેક્ટ બસ:બેસ્ટના કાફલામાં કોન્ટ્રેક્ટ પર લીધેલી 1500 બસનો ઉમેરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment