Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકાસણી સમિતિએ જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠરાવ્યું:વિશાખા રાઉતનું નગરસેવક પદ જોખમમાં:અરજી ફગાવાઈ

    6 hours ago

    શિવસેના (ઠાકરે જૂથ)ને મોટો આંચકો લાગ્યો છે, દાદરના વોર્ડ નંબર 191માંથી ચૂંટાયેલાં નગરસેવિકા વિશાખા રાઉતનું કુણબી જાતિ પ્રમાણપત્ર પાલઘર જાતિ ચકાસણી સમિતિએ અમાન્ય ઠેરવ્યા બાદ તેમણે આ નિર્ણયને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય બાદ રાઉતનું નગરસેવક પદ છિનવાઈ શકે છે. વિશાખા રાઉતે દાદરના પ્રતિષ્ઠિત ગણાતા વોર્ડ નંબર 191માંથી ચૂંટણી લડી હતી. તેમણે એકનાથ શિંદે જૂથના શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકરની પુત્રી પ્રિયા સરવણકર-ગુરવને હરાવીને વિજય મેળવ્યો હતો. જોકે, હવે જાતિ પ્રમાણપત્રને લઈને સર્જાયેલા વિવાદને કારણે તેમના પદ પર સંકટ ઊભું થયું છે. પાલઘર જાતિ ચકાસણી સમિતિએ 20 ઓગસ્ટે વિશાખા રાઉતનું કુણબી એટલે કે ઓબીસી પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યું હતું. ત્યારબાદ મુંબઈ મહાપાલિકાએ રાજ્ય સરકારને પત્ર લખીને તેમનું નગરસેવક પદ રદ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ કાર્યવાહી સામે રાઉતે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી છે. આ મામલે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ 25 ઓગસ્ટે રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર મોકલ્યો હતો. તેમાં જણાવાયું હતું કે જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર થયા બાદ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ રાઉતની ચૂંટણી રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાની જોગવાઈઓ અનુસાર રાઉતની ચૂંટણી રદ કરવામાં આવી છે, કારણ કે 20 ઓગસ્ટના તેમનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પદ રદ થવાને કારણે, તે આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર થાય છે, અને કમિશનરે વિનંતી કરી છે કે આ બાબત મહારાષ્ટ્ર સરકારના ગેઝેટમાં પ્રકાશિત કરવાની પણ વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    સંકલન સુવિધા આપતા નોડલ સરકારી ભાગીદાર તરીકે સેવા આપશે:ક્લાયમેટ એક્શનને મજબૂત કરવા માટે પ્રોજેક્ટ મુંબઈ સાથે ભાગીદારી
    Next Article
    આજે પૂર્વ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન:ઇસ્કોન ગિરગામ ચોપાટી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી માટે સુસજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment