Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર ઘટના અંગે SPGની મૂખ્યમંત્રીને રજૂઆત:કાયદાના દુરુપયોગ સામે કાર્યવાહી અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ

    14 hours ago

    પાલનપુર ખાતે પાટીદાર સમાજની દીકરીના પ્રકરણમાં તેના માતા-પિતા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ ગંભીર કાયદાકીય કલમોના ઉપયોગ સામે સરદાર પટેલ સેવા દળ (SPG) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં પાલનપુર ઘટનાની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરાઈ છે. સાચા પીડિતને કાયદાકીય રક્ષણ મળે પરંતુ નિર્દોષ વ્યક્તિ સામે કાયદાનો દુરુપયોગ અટકે તે હેતુથી હકીકત અને પુરાવાના આધારે જ કાર્યવાહી કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાગેડુ અને છુપાઈને થતા લગ્નો તેમજ તેના દુરુપયોગને અટકાવવા માટે લગ્ન નોંધણી કાયદા અને વહીવટી પ્રક્રિયામાં તાત્કાલિક કડક સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. લગ્ન નોંધણી પહેલાં બંને પક્ષની ઓળખ, ઉંમર, વાસ્તવિક રહેઠાણ અને સ્વતંત્ર સંમતિની કાયદેસર ચકાસણી ફરજિયાત બનાવવાની તેમજ 'મૈત્રી કરાર' જેવા પ્રાવધાનોની સમીક્ષા કરી જરૂરી હોય તો તેને રદ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ કરવાની માંગણી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત દોડશે:26 ઓગસ્ટથી રિઝર્વેશન તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે
    Next Article
    ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ખાંડ-ગોળની થેલીઓ, ડુંગળી સહિતની શાકભાજીના હાર પહેરી સરકાર સામે સૂત્રોચ્ચાર; તહેવારો ટાણે ભાવવધારાથી ‘દાઝ્યા પર ડામ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment