Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત દોડશે:26 ઓગસ્ટથી રિઝર્વેશન તમામ પીઆરએસ કાઉન્ટરો અને IRCTC વેબસાઈટ પર શરૂ થશે

    13 hours ago

    અમદાવાદથી તિરૂચ્ચિરાપ્પલ્લિ વચ્ચે મુસાફરી કરતા રેલવે મુસાફરો માટે પશ્ચિમ રેલવેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુસાફરોની સુવિધા અને રેલવે કનેક્ટિવિટી વધારવાના હેતુથી અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ સાપ્તાહિક વિશેષ ટ્રેનને હવે નિયમિત કરવામાં આવી છે. આ ટ્રેન 24 સપ્ટેમ્બરથી સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે. અમદાવાદ-તિરૂચ્ચિરાપ્પલ્લિ એક્સપ્રેસ દર ગુરુવારે અમદાવાદથી સવારે 9.20 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 3.35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે. જ્યારે પરત તિરૂચ્ચિરાપ્પલ્લિ-અમદાવાદ એક્સપ્રેસ 27 સપ્ટેમ્બરથી દર રવિવારે સવારે 5.45 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિથી ઉપડશે અને સોમવારે રાત્રે 9.15 કલાકે અમદાવાદ પહોંચશે. આ સ્ટેશનનો પર ટ્રેન રોકાશે ટ્રેન વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, રાયચૂર, મંત્રાલયમ, આદોની, ગુંટકલ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ અને તંજાવૂર સહિતના સ્ટેશનો પર રોકાશે. ઉપરાંત ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર તથા જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. રિઝર્વેશન 26 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    ભારતે 503/9 પર ઇનિંગ્સ ડિક્લેર કરી:ધ્રુવ જુરેલની બીજી ટેસ્ટ સેન્ચુરી, પડિકલે પણ 117 રન ફટકાર્યા; પંત-ગિલે ફિફ્ટી ફટકારી; વરસાદના કારણે રમત રોકાઈ
    Next Article
    પાલનપુર ઘટના અંગે SPGની મૂખ્યમંત્રીને રજૂઆત:કાયદાના દુરુપયોગ સામે કાર્યવાહી અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment