Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મોંઘવારી સામે મહિલા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ખાંડ-ગોળની થેલીઓ, ડુંગળી સહિતની શાકભાજીના હાર પહેરી સરકાર સામે સૂત્રોચ્ચાર; તહેવારો ટાણે ભાવવધારાથી ‘દાઝ્યા પર ડામ’

    15 घंटे पहले

    ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસે શહેરમાં વધતી મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ પ્રદર્શનમાં મહિલા કાર્યકરોએ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ ગળામાં શાકભાજી, ડુંગળી, ખાંડ અને ગોળની થેલીઓના હાર પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવીએ જણાવ્યું કે, રક્ષાબંધન અને ઈદ-એ-મિલાદ જેવા તહેવારો નજીક છે. ત્યારે ખાદ્યતેલ, ખાંડ, ગોળ, શાકભાજી, ગેસ સિલિન્ડર અને પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યોતિબેન તડવીએ આક્ષેપ કર્યો કે મોંઘવારીના કારણે સામાન્ય ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. તેમણે ઉમેર્યું કે તહેવારો ટાણે સરકારે જનતાને ‘દાઝ્યા પર ડામ’ આપ્યો છે. મહિલા કોંગ્રેસે સરકાર સમક્ષ તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ તાત્કાલિક અંકુશમાં લેવાની માગ કરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે પાંચબત્તી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર ઘટના અંગે SPGની મૂખ્યમંત્રીને રજૂઆત:કાયદાના દુરુપયોગ સામે કાર્યવાહી અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ
    Next Article
    "Against Federal Cooperatism": Revanth Reddy After Centre's No To US Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment