Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવદયા ટીમની કલેક્ટરને રજૂઆત, ઈડર પાંજરાપોળે ભાડું બંધ કરતાં રોષ‎:અકસ્માતગ્રસ્ત પશુઓને રાત્રે સારવાર ના મળતાં SPCAનું વાહન 24 કલાક દોડાવો

    1 day ago

    હિંમતનગર શહેર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતનો ભોગ બનતી પશુઓના જીવ બચાવવા માટે જીવદયા ટીમ, હિંમતનગર દ્વારા તા.03-06-26ના રોજ સાબરકાંઠા કલેક્ટર અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) સમક્ષ રજૂઆત કરી SPCAનું વાહન 24 કલાક દોડાવવા રજૂઆત કરી હતી. મિતુલભાઈ વ્યાસ દ્વારા કરાયેલી રજૂઆતમાં અકસ્માતગ્રસ્ત પશુઓની સારવાર માટે તાત્કાલિક યોગ્ય આદેશો કરવા માંગ કરાઈ છે. મુખ્ય સમસ્યાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ મુજબ, ઈડર પાંજરાપોળ સંસ્થા દ્વારા અગાઉ અકસ્માતગ્રસ્ત ઈજાગ્રસ્ત ગાયો માટે અપાતું પ્રાઈવેટ વાહન ભાડું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. જેના કારણે જીવદયા પ્રેમીઓએ પોતાના સ્વ-ખર્ચે ગાડીઓ ભાડે કરવી પડે છે. આ ઉપરાંત, SPCA નું વાહન માત્ર સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી જ સેવામાં રહેતું હોવાથી રાત્રિના સમયે ઇજાગ્રસ્ત પશુઓને સમયસર સહાય મળતી નથી અને તેઓ રસ્તા પર જ દમ તોડી દે છે. વળી, ઘાયલ પશુઓને પાંજરાપોળ પહોંચાડવા માટે વસૂલવામાં આવતો રૂ. 500નો ચાર્જ પણ જીવદયાનું કામ કરતાં સામાન્ય નાગરિકો માટે ચૂકવવો મુશ્કેલ બને છે. જીવદયા ટીમ દ્વારા ઈડર પાંજરાપોળ સંસ્થા દ્વારા અગાઉની જેમ વાહનોનું ભાડું ચૂકવવામાં આવે, SPCAની સેવા 24 કલાક અને 7 દિવસ (24x7) શરૂ કરવામાં આવે જેથી રાત્રિના સમયે પણ ઈમરજન્સી કોલ મળતાં ઘાયલ પશુઓને તાત્કાલિક લઈ જઈ શકાય, ઘાયલ પશુઓને પાંજરાપોળ પહોંચાડવા માટે વસૂલવામાં આવતો રૂ. 500નો ચાર્જ સંપૂર્ણ રદ કરી આ સેવા નિઃશુલ્ક કરવા સહિતની માંગ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું:શ્રેષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું‎
    Next Article
    કાર્યવાહી:હિંમતનગરના કેશવ ફ્લેટ નજીકથી 7 જુગારી 1.6 લાખની મત્તા સાથે ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment