Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:હિંમતનગરના કેશવ ફ્લેટ નજીકથી 7 જુગારી 1.6 લાખની મત્તા સાથે ઝબ્બે

    1 day ago

    હિંમતનગરના બેરણાથી હિંમતનગર રોડ પર કેશવ ફ્લેટની બાજુમાં કેટલાક શખ્સો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં ગાંભોઈ પોલીસે ગુરુવારની રાત્રે રેડ કરીને 7 શખ્સોને ઝડપી કુલ 1,06,880નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તા.3-9-26ના રોજ ગાંભોઈ પોલીસે રેડ કરી સંજયસિંહ વિક્રમસિંહ મકવાણા (રહે. જૂના બલવંતપુરા), નવીનભાઈ ઓધવજીભાઈ કારીયા (રહે. કેશવ ફ્લેટ, બેરણા રોડ, હિંમતનગર), જયેશભાઈ દેવચંદભાઈ કારીયા (રહે. મારૂતીનગર, હિંમતનગર), જયેશભાઈ મોમાભાઇ ભરવાડ (રહે. ગાયત્રીધામ સોસાયટી, બેરણા રોડ, હિંમતનગર), ચેતનભાઈ દેવચંદભાઈ કારીયા (રહે. મારૂતીનગર, હિંમતનગર), અજીતસિંહ બદરીસિંહ મકવાણા (રહે. નવા બલવંતપુરા), અને દિવ્યેશ નવીનભાઈ કારીયા (રહે. કેશવ ફ્લેટ, બેરણા રોડ, હિંમતનગર) ઝડપાઇ ગયા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી દાવ પરના રોકડા રૂ.17,500, અંગ ઝડતીના રૂ. 12,380,મોબાઇલ 7 કિં 37000 તેમજ વાહન 1 કિં 40હજાર સહિત કુલ રૂ.1,06,880નો મુદ્દામાલ જપ્ત કરી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જીવદયા ટીમની કલેક્ટરને રજૂઆત, ઈડર પાંજરાપોળે ભાડું બંધ કરતાં રોષ‎:અકસ્માતગ્રસ્ત પશુઓને રાત્રે સારવાર ના મળતાં SPCAનું વાહન 24 કલાક દોડાવો
    Next Article
    સગર્ભાને તીવ્ર પ્રસૂતિ પીડા ઉપડતાં બે જીવ બચાવ્યા‎:ઇડરના ઉમેદપુરામાં 108ની ટીમે કૂવા પર જ પ્રસૂતિ કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment