Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ:તાપીના ઉચ્છલમાં 108 ટીમે માતા-બાળકનો જીવ બચાવ્યો

    1 day ago

    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં 108 એમ્બ્યુલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. નારણપુર લોકેશનની 108 ટીમે સમયસૂચકતા વાપરીને એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી, જેનાથી માતા અને નવજાત શિશુ બંને સુરક્ષિત રહ્યા. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉચ્છલ તાલુકાના અડગામની એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ નારણપુર લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસૂતિની પીડા અતિશય વધી ગઈ, જેથી પરિસ્થિતિ ગંભીર બની હતી. આ નાજુક સમયે નારણપુર 108 એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા પ્રશિક્ષિત EMT મહિમા વલવી અને પાયલોટ પ્રફુલ્લ ચૌધરીએ પોતાની સૂઝબૂઝ વાપરી. તેમણે તાત્કાલિક અમદાવાદ હેડ ઓફિસ ખાતે સ્થિત ERCP ડૉ. કૃષ્ણા સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો. ડૉક્ટરના યોગ્ય માર્ગદર્શન અને ટેક્નિકલ સપોર્ટ હેઠળ 108 એમ્બ્યુલન્સની અંદર જ કુશળતાપૂર્વક સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં જ બાળકીનો જન્મ થતાં પરિવારમાં રાહતની લાગણી ફેલાઈ હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી, જેમાં બંનેની તબિયત સંપૂર્ણપણે સામાન્ય અને સ્વસ્થ જણાઈ હતી. વધુ સારવાર અને નિરીક્ષણ માટે તેમને નજીકના ઉચ્છલ CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. નારણપુર 108 એમ્બ્યુલન્સ ટીમની આ પ્રશંસનીય અને સમયસૂચક કામગીરી બદલ EME મયંક સર તેમજ PM અભિષેક ઠક્કર સર દ્વારા સમગ્ર ટીમની સરાહના કરવામાં આવી હતી. દર્દીના પરિવારજનો અને અડગામના ગ્રામજનોએ પણ 108ની આ ઉત્તમ સેવાને બિરદાવી સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    FSSAI દ્વારા ડાબરના '100%' દાવાવાળી પ્રોજક્ટ્સ પર પ્રતિબંધ:મધ અને ઘી સહિત ઘણી વસ્તુઓનું વેચાણ પ્રતિબંધિત; 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો
    Next Article
    રસ્તાનું ખોદકામ ચાલતું હોવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા‎:અમરેલીના હનુમાનપરામાં રસ્તાના ખોદકામથી રાહદારીઓ ત્રાહિમામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment