Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તાનું ખોદકામ ચાલતું હોવાના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા‎:અમરેલીના હનુમાનપરામાં રસ્તાના ખોદકામથી રાહદારીઓ ત્રાહિમામ

    1 day ago

    અમરેલી શહેરમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓના ખોદકામ ચાલી રહ્યા છે. તેના કારણે રસ્તાપરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં મારૂતિના શોરૂમ સુધી હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે વાહન ચાલકોને અલગ અલગ સોસાયટીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે વાહન ચાલકોને પરેશાન થવું પડે છે. હનુમાનપરા વિસ્તારમાં GIDC આવેલી હોવાથી ભારે વાહનો પણ ત્યાંથી પસાર થાય છે. હાલ ભારે વાહનોને ડાઇવર્જન આપવામાં આવેલું છે. મોહનનગર પ્રગતિનગરમાં થઈને ભારે વાહનોએ પસાર થાય છે. સોસાયટીમાં ભારે વાહનો ચાલતા હોવાથી સોસાયટીના બ્લોકપણ બેસી ગયા છે અને ઓવરલોડ ભરેલા વાહનોના કારણે થાંભલાના વાયરો અને ઘરની સર્વિસ વાયરને પણ નુકસાન પહોંચે છે. આ મુશ્કેલીનું નિવારણ ઝડપથી થાય તેવી લોકોમાં માંગ ઉઠી છે. હાલાકી| રસ્તા ખોદી નાખતા રિક્ષા ચાલકો ભાડા માટે આવતા નથી રાહદારીઓને કોઈપણ જગ્યાએ જવા માટે રિક્ષા સુધી પહોંચવા માટે ચાલીને સોસાયટીની બહાર જવું પડે છે. અહીં ચારે કોર રસ્તાઓ ખોદી નાખતા ભાડા માટે રીક્ષા ચાલકો આવતા નથી. રસ્તા બંધ હોવાથી લોકોને ત્રણ કિમી ફરવા જવું પડે છે હાલ હનુમાનપરા વિસ્તારમાં નવા રોડની કામગીરી ચાલુ છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલી છે. અલગ અલગ સોસાયટીમાંથી ૩ કિલોમીટર જેટલું ફરીને વાહન ચાલકોને પસાર થવું પડે છે. સોસાયટીમાં વાહન ચાલતા હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. અહીં શાળાઓ પણ આવેલી છે તેના કારણે વિધાર્થીઓ અને વાલીઓને પણ મુશ્કેલી સર્જાય રહી છે.
    Click here to Read More
    Previous Article
    એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવાઈ:તાપીના ઉચ્છલમાં 108 ટીમે માતા-બાળકનો જીવ બચાવ્યો
    Next Article
    અમરેલી:જૂના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ માટે નડતરૂપ ઓસરીનો 4 મીટર સુધીનો ભાગ તોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment