Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિન્ટર શિડ્યુલ જાહેર:દિલ્હી-મુંબઈની રોજ 4 ફ્લાઈટ, સવારે જઈને સાંજે પરત આવી શકાશે

    16 hours ago

    રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (HSR) પરથી એર ઇન્ડિયાએ નવું વિન્ટર શિડ્યુલ જાહેર કર્યું છે. જેમાં 25-Oct-26થી દિલ્હી અને મુંબઈ બંને સેક્ટરમાં દૈનિક 2-2 ફ્લાઇટ્સ શરૂ થશે. સવાર અને સાંજ બંને સ્લોટ મળતાં બિઝનેસમેનો એક જ દિવસમાં મીટિંગ પતાવી પરત ફરી શકશે. આ શિડ્યુલ 27 માર્ચ-27 સુધી સપ્તાહના તમામ 7 દિવસ અમલમાં રહેશે. આમ રોજની 4 ફ્લાઇટ્સ આવશે અને 4 ફ્લાઇટ્સ રવાના થશે. જેનાથી મુસાફરો તેમજ કનેક્ટિંગ ફ્લાઇટ પકડનારા લોકોને મોટો ફાયદો થશે. AI 1704 નંબરની ફ્લાઇટ દિલ્હીથી સવારે 08:30 વાગ્યે ઉડાન ભરીને 10:25 વાગ્યે રાજકોટ આવશે. આ ફ્લાઇટ AI 1823 બનીને સવારે 11:00 વાગ્યે ટેકઓફ કરી 12:50 વાગ્યે દિલ્હી પહોંચશે. સાંજના સ્લોટમાં દિલ્હીથી AI-2537 સાંજે 17:30 વાગ્યે ઉપડીને 19:20 વાગ્યે રાજકોટ આવશે. ત્યારબાદ આ ફ્લાઇટ AI 2538 બનીને રાત્રે 20:00 વાગ્યે રાજકોટથી ઉપડી 21:45 વાગ્યે દિલ્હી પહોંચશે. એવી જ રીતે મુંબઈથી ફ્લાઈટ નંબર AI 2785 સવારે 06:40 વાગ્યે ઉપડીને 07:55 વાગ્યે રાજકોટ આવશે. આ ફ્લાઇટ AI 2786 બનીને સવારે 08:30 વાગ્યે રાજકોટથી ઉપડી 09:45 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે રાત્રિ સ્લોટમાં મુંબઈથી ફ્લાઈટ નંબર AI 2489 સાંજે 19:50 વાગ્યે ઉપડીને 21:05 વાગ્યે રાજકોટ આવશે. આ વિમાન AI 2490 બનીને રાત્રે 21:35 વાગ્યે ઉપડી 23:05 વાગ્યે મુંબઈ પહોંચશે. ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ સરળ 1 વન-ડે રિટર્ન ટ્રાવેલની તક | મુસાફરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મુંબઈ અને દિલ્હીથી સવારે જઈને પોતાનું કામ પતાવીને સાંજે પરત આવી શકશે. 2 ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી સરળ | દિલ્હી AI 2538 (રાત્રે 21:45 વાગ્યે આગમન) અને મુંબઈ AI 2490 (રાત્રે 23:05 વાગ્યે આગમન) ફ્લાઇટ્સ દ્વારા મોડી રાત્રે અમેરિકા, યુરોપ, યુકે કે ગલ્ફ દેશો તરફ જતી ફ્લાઇટ્સ પકડવામાં મુસાફરોને પૂરતો સમય મળી રહેશે. 3 ત્રણ ક્લાસની પસંદગી | તમામ ફ્લાઇટ્સમાં 164 સીટ્સની કેપેસિટી છે. મુસાફરો પોતાની અનુકૂળતા મુજબ 8 બિઝનેસ ક્લાસ, 24 પ્રીમિયમ ઇકોનોમી કે 132 ઇકોનોમી ક્લાસમાંથી ટિકિટ બુક કરી શકશે. 4 ઓપરેશનલ સમયગાળો | આ શિડ્યુલ 25 ઓક્ટોબર-26થી શરૂ થઈને 27 માર્ચ-27 સુધી સપ્તાહના તમામ 7 દિવસ ચાલશે. જેથી દિવાળી, નૂતન વર્ષ, ક્રિસમસ અને શિયાળુ વેકેશનના પ્રવાસ માટે અત્યારથી જ એડવાન્સ પ્લાનિંગ કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:રાજકોટમાં ‘નો પ્રોફિટ, નો લોસ’ના ધોરણે સદભાવના લેબનો પ્રારંભ
    Next Article
    આમને ગંગાજળ કોણ પીવડાવશે:મહાપાલિકાના 3 ટીપીઓએ 2066 બાંધકામ 15 દી’માં તોડવાના હતા, જે બે વર્ષથી ઊભા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment