Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસ્કની પાર્ટનર શિવોન ઝિલિસે બ્રેકઅપની પુષ્ટિ કરી:કહ્યું- એક અઠવાડિયામાં પ્રેમથી અલગ થવા સુધી પહોંચી વાત; બંનેને 4 બાળકો

    10 hours ago

    ન્યુરાલિંકની એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસે ઇલોન મસ્ક સાથે બ્રેકઅપ થયાની પુષ્ટિ કરી છે. તેમણે શુક્રવારે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે એક અઠવાડિયામાં વાત પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી ગઈ. તેમને આ અંગે પહેલાંથી કોઈ ચેતવણી મળી નહોતી. ઝિલિસે કહ્યું- હું આ બ્રેકઅપથી દુઃખી છું, પરંતુ મસ્કની હજુ પણ ખૂબ કાળજી રાખું છું. હું ઈચ્છું છું કે તેઓ હંમેશાં ખુશ રહે. મને આશા છે કે અમે બંને આગળ પણ સારા મિત્રો રહીશું અને સાથે મળીને અમારા બાળકોનો ઉછેર કરીશું. શિવોન ઝિલિસનું નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ ધ્યાન આપ્યું કે મસ્કે પોતાના X અકાઉન્ટ પર ઝિલિસને અનફોલો કરી દીધા છે. ત્યારબાદ ઝિલિસે X પર જ બ્રેકઅપની જાણકારી આપી. મસ્ક Xના માલિક છે, જેને પહેલાં ટ્વિટર તરીકે ઓળખવામાં આવતું હતું. બીજી તરફ, ઝિલિસ મસ્કની કંપની ન્યુરાલિંકનું સંચાલન કરે છે. મસ્ક 14 બાળકોના પિતા, જિલિસ 2021થી 2025 વચ્ચે 3 વખત માતા બન્યાં શિવોન જિલિસ અને ઇલોન મસ્કનાં 4 બાળકો છે. તેમાં જોડિયા બાળકો સ્ટ્રાઇડર અને એઝ્યુર, પુત્રી આર્કેડિયા અને પુત્ર સેલ્ડન લાઈકર્ગસનો સમાવેશ થાય છે. મસ્કે 2021માં જોડિયા બાળકોના જન્મની માહિતી આપી હતી. જ્યારે આર્કેડિયાનો જન્મ 2024માં થયો હતો. આ પછી ઝિલિસે 28 ફેબ્રુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચોથા બાળક સેલ્ડન લાઈકર્ગસના જન્મની માહિતી આપી હતી. જોકે, તેમણે બાળકની ચોક્કસ જન્મતારીખ જણાવી નહોતી. સેલ્ડન ઇલોન મસ્કનું 14મું બાળક છે. મસ્કે 2 લગ્ન કર્યા, અનેક ગર્લફ્રેન્ડ્સ રહી ઇલોન મસ્ક 2 લગ્ન કરી ચૂક્યા છે. જસ્ટિન વિલ્સન અને તાલુલાહ રિલે તેમની પત્નીઓ રહી છે, જ્યારે એમ્બર હર્ડ, ગ્રાઇમ્સ અને શિવોન ઝિલિસ સાથેના તેમના સંબંધો ચર્ચામાં રહ્યા છે. જસ્ટિન વિલ્સન સાથે પ્રથમ લગ્ન, 6 સંતાનો થયા: 1990ના દાયકામાં કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો અભ્યાસ કરતી વખતે મસ્કની મુલાકાત અંગ્રેજી સાહિત્યની વિદ્યાર્થીની જસ્ટિન વિલ્સન સાથે થઈ. બંનેએ અનેક વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ જાન્યુઆરી 2000માં લગ્ન કર્યા. 2002માં તેમના પ્રથમ પુત્ર નેવાડાનો જન્મ થયો. જોકે, 10 અઠવાડિયાની ઉંમરે ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમને કારણે તેનું મૃત્યુ થયું. ત્યારબાદ 2004માં દંપતીએ IVF દ્વારા જોડિયા બાળકો વિવિયન અને ગ્રિફિનનું સ્વાગત કર્યું. 2006માં ત્રણ બાળકો કાઈ, સૅક્સન અને ડેમિયનનો પણ IVF દ્વારા જન્મ થયો. 2008માં મસ્ક અને જસ્ટિન વિલ્સનના છૂટાછેડા થઈ ગયા. તાલુલાહ રિલે સાથે 2 વાર લગ્ન કર્યા: 2008માં મસ્કે બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલેને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ 2010માં લગ્ન કર્યા, પરંતુ 2012માં છૂટાછેડા થઈ ગયા. 2013માં બંનેએ ફરીથી લગ્ન કરી લીધા. ડિસેમ્બર 2014માં તાલુલાહે બીજી વખત છૂટાછેડા માટે અરજી દાખલ કરી, પરંતુ આવતા વર્ષે તેને પાછી ખેંચી લીધી. માર્ચ 2016માં તાલુલાહે ત્રીજી વખત છૂટાછેડા માટે અરજી દાખલ કરી અને બંનેના છૂટાછેડા થઈ ગયા. મસ્ક અને તાલુલાહને કોઈ સંતાન નથી. અભિનેત્રી એમ્બર હર્ડ સાથે રિલેશનશિપમાં રહ્યા: મસ્કે હોલીવુડ અભિનેત્રી એમ્બર હર્ડને 2016ના અંતથી 2017ની શરૂઆત સુધી કેટલાક મહિનાઓ માટે ડેટ કરી હતી. એમ્બરના પૂર્વ પતિ જોની ડેપે બાદમાં તેમના પર લગ્નજીવન દરમિયાન મસ્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, મસ્ક અને એમ્બર બંનેએ આ રિલેશનશિપનો ઇનકાર કર્યો હતો. બંને 2017માં અલગ થઈ ગયા. નવેમ્બર 2017માં મસ્કે જણાવ્યું હતું કે તેઓ એમ્બર સાથે સાચા પ્રેમમાં હતા. ગ્રિમ્સ સાથે સંબંધ, 3 બાળકો થયાં: ઇલોન મસ્ક અને ગાયિકા ગ્રિમ્સે એપ્રિલ 2018માં ડેટિંગ શરૂ કર્યું. મે 2020માં કપલે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. તેનું નામ X Æ A-12 રાખવામાં આવ્યું. ડિસેમ્બર 2021માં સરોગસી દ્વારા પુત્રી એક્સા ડાર્ક સાઇડરેલનો જન્મ થયો. 2022માં બંને અલગ થઈ ગયાં. બાદમાં કપલના ત્રીજા બાળક ટેક્નો મેકેનિકસ વિશે પણ માહિતી સામે આવી. બાળકની ચોક્કસ જન્મતારીખ સહિત તેના વિશે બહુ ઓછી માહિતી જાહેર છે. શિવોન ઝિલિસ સાથે સંબંધ, 4 બાળકો થયાં: આ પછી ઈલોન મસ્કનો ન્યુરાલિંક એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ સાથેનો સંબંધ સામે આવ્યો. બંનેને 4 બાળકો છે. નવેમ્બર 2021માં જોડિયા બાળકો સ્ટ્રાઈડર અને એઝ્યોરનો જન્મ થયો. આ પછી 2024માં પુત્રી આર્કેડિયા અને ફેબ્રુઆરી 2025માં પુત્ર સેલ્ડન લિકર્ગસનો જન્મ થયો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે દાવો કર્યો- મસ્ક મારા બાળકના પિતા: 15 ફેબ્રુઆરી 2025ના રોજ અમેરિકન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને લેખિકા એશ્લે સેન્ટ ક્લેરે દાવો કર્યો હતો કે તેઓ ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કના પુત્રની માતા છે. ક્લેરે કહ્યું કે તેણે 5 મહિના પહેલાં ગુપ્ત રીતે આ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને પહેલાં તેની જાહેરાત કરી નહોતી. મસ્ક ઘણી વખત વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી ચૂક્યા છે ઇલોન મસ્ક લાંબા સમયથી ઘટતા જન્મદરને દુનિયા અને માનવ સભ્યતા માટે ખતરો ગણાવતા આવ્યા છે. તેઓ ઘણી વખત વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી ચૂક્યા છે. 2021માં તેમણે કહ્યું હતું કે જો લોકો વધુ બાળકો પેદા નહીં કરે તો સભ્યતા ખતમ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીની પ્રેરણાથી મહિલાઓ મધની ખેતી તરફ વળી:સુરેન્દ્રનગરમાં 50થી 60 બહેનોને રોજગારી મળી, આત્મનિર્ભર બની
    Next Article
    બિયરની બોટલ વાગતાં જ બાઉન્સરો રાક્ષસ બન્યા:મહિલાને 4થા માળેથી ઢસડીને નીચે લાવ્યા, નિર્વસ્ત્ર કરી જાહેરમાં લાતો મારી; ગુવાહાટીની 'ધ લોકલ્સ કેફે'માં શરમજનક કાંડ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment