Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણીમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું:શ્રેષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું‎

    23 hours ago

    ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી સમ્માનિત ડૉ.રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ દિવસ ઊજવે છે. પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બીઆરજીએફ ભવન ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી અને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલે જણાવ્યું કે ‘બેક ટુ સ્કૂલ' અભિયાન, શિષ્યવૃત્તિ કે સરકારની વિવિધ યોજનાઓમાં શિક્ષકોએ બાળકો સાથે વાલી તરીકે રહીને કામગીરી કરી છે. તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત પંચમહાલના રઘુભાઈને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય નિમિષાબેન સુથારે પણ શિક્ષકોની સેવાઓને બિરદાવી હતી. સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કિરીટકુમાર રમણભાઈ વરીયા (ચાંપાનેર પ્રા.શાળા, હાલોલ), દક્ષેશકુમાર ભુપેન્દ્રસિંહ પટેલ (હરિજાંબા પ્રા.શાળા, ગોધરા) અને ચિરાગભાઈ અરવિંદભાઈ વરીઆ (કાલિયાકુવા પ્રા.શાળા, ગોધરા)નું સન્માન કરાયું હતું. જ્યારે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રકાશભાઈ સોમાભાઈ રાઠવા (ખૂંટીયા પ્રા.શાળા, જાંબુઘોડા)ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ સિવાય શ્રેષ્ઠ શાળા, તેજસ્વી વિદ્યાર્થીઓ અને પ્રશંસનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પણ સન્માન કરાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની 3400 અને ભારતની 4 કરોડ મહિલાઓનો અંગત ડેટા લીક:ફિમેલ સર્ચ એન્જિનમાં યુવતીનું નામ નાખો અને બધી જ ખાનગી વિગતો ₹400માં ખરીદો!
    Next Article
    જીવદયા ટીમની કલેક્ટરને રજૂઆત, ઈડર પાંજરાપોળે ભાડું બંધ કરતાં રોષ‎:અકસ્માતગ્રસ્ત પશુઓને રાત્રે સારવાર ના મળતાં SPCAનું વાહન 24 કલાક દોડાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment