Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPB કોલેજમાં મેહંદી સ્પર્ધા યોજાઈ:27 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, વિજેતા જાહેર

    23 hours ago

    સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરતની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 17 જુલાઈ, 2026ના રોજ આંતરવર્ગીય મેહંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:00 કલાકે કોલેજ લાઇબ્રેરી ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 27 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા માટે બ્રાઇડલ મેહંદી, ઇન્ડિયન ફેસ્ટિવલ અને ટ્રેડિશનલ મેહંદી જેવી ત્રણ આકર્ષક થીમ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ થીમને અનુરૂપ વિવિધ પ્રકારની આકર્ષક અને કલાત્મક મેહંદી ડિઝાઇનો રજૂ કરી હતી, જેમાં સ્વચ્છતા, સૂક્ષ્મતા, સંતુલન, સર્જનાત્મકતા અને ભારતીય પરંપરાની સુંદર ઝલક જોવા મળી હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. મિતાલી પટેલ અને ડૉ. દીપિકા રાવલિયાએ સેવા આપી હતી. તેમણે સર્જનાત્મકતા, થીમની રજૂઆત, ડિઝાઇનની સ્વચ્છતા, કલાત્મક અભિવ્યક્તિ અને એકંદર રજૂઆતના આધારે નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધાના પરિણામ મુજબ, તૃતીય વર્ષ બી.કોમ.ની પટેલ હીરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તૃતીય વર્ષ બી.કોમ.ની હેનીશા ચોકસીએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે તૃતીય સ્થાન તૃતીય વર્ષ બી.કોમ.ની રિધ્ધિ જેઠવા, પ્રાચી પટેલ અને રિયા ભરુચીએ સંયુક્ત રીતે પ્રાપ્ત કર્યું હતું. સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. સવિતા સોંધીના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો ડૉ. ધ્રુવ ગાંગડવાલા અને પ્રા. રાધિકા ચાવડાએ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંકલન કર્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાગત કલાઓ પ્રત્યેની અભિરુચિ વિકસાવે છે.
    Click here to Read More
    Previous Article
    અમરોલી કોલેજમાં વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો:શૈક્ષણિક સિદ્ધિ અને NCC કેડેટ્સને સન્માનિત કરાયા
    Next Article
    વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી-વાલીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ:શિક્ષણ અને સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય પર જાગૃતિ સત્ર યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment