Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ બીચ પર 'સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર' અભિયાન:પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે સફાઈ;કોસ્ટ ગાર્ડ અને NCC કેડેટ્સે કચરો વીણી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    9 hours ago

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામ સ્થિત દરિયાકિનારે 'સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર' અભિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે આ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિકોએ ઉત્સાહભેર જોડાઈને સમગ્ર બીચ વિસ્તારમાંથી મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કાચનો કચરો એકત્ર કરીને દરિયાકિનારાને સ્વચ્છ બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. વિવિધ સંસ્થાઓ અને કેડેટ્સ સફાઈમાં જોડાયા આ અભિયાનમાં ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો, ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ અને વેરાવળ-સોમનાથ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સોમનાથ બીચ પરથી વિખરાયેલો પ્લાસ્ટિક, કાચ અને અન્ય કચરો વીણીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી ચાલે છે સફાઈ ઝુંબેશ વેરાવળ-સોમનાથ નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલે જણાવ્યું કે સોમનાથ બીચ પર 'સ્વચ્છ કોસ્ટ, સુરક્ષિત કોસ્ટ' ઇન્ટરનેશનલ ક્લીનઅપ પ્રોગ્રામ હેઠળ સફાઈ કરવામાં આવી છે. આ અભિયાન છેલ્લા 5 વર્ષથી સતત ચલાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે સોમનાથના દરિયાકિનારે પ્લાસ્ટિક અને અન્ય દૂષિત કચરાનું પ્રમાણ પહેલા કરતાં નોંધપાત્ર રીતે ઘટ્યું છે. સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા અપીલ નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલે નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને દરિયાકિનારે ગમે ત્યાં કચરો ન ફેંકવા આગ્રહભરી વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું કે સ્વચ્છતાની કામગીરી કોઈ એક દિવસના કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેતાં તે દરેક નાગરિકના દૈનિક જીવનનો એક ભાગ બનવી જોઈએ, જેથી પ્રવાસન ધામો હંમેશા રળિયામણા રહે. દરિયાઈ પર્યાવરણ અને જીવોના રક્ષણનો સંદેશ ફિશરીઝ કોલેજની વિદ્યાર્થીની ત્રિશા પાનસુરિયાએ પ્રવાસીઓને કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવા અપીલ કરી હતી. દરિયાકિનારો સ્વચ્છ રહેવાથી પ્લાસ્ટિકના પ્રદૂષણથી દરિયાઈ જીવસૃષ્ટિને થતું નુકસાન અટકાવી શકાય છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સોમનાથના દરિયાકિનારાને સ્વચ્છ રાખીને પર્યાવરણ પ્રત્યે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    જીમ લોન્જની 10,000માં 10 વર્ષની મેમ્બરશિપ આપી 1.66 કરોડનું ફ્રોડ:1500થી વધુ લોકોને બંધ સ્કીમનો લાભ આપી કર્મચારીઓએ બોગસ એગ્રીમેન્ટ- ભળતું બેંક ખાતું ખોલાવી પૈસા મેળવ્યાં
    Next Article
    76 વર્ષની ઉંમરે ઇન્સ્ટાગ્રામ રીલ પર ડેબ્યૂ:મોદીના વ્યક્તિત્વના એ 5 મહત્વના પાસાં, જે તેમને આટલા સફળ બનાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment