Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીમ લોન્જની 10,000માં 10 વર્ષની મેમ્બરશિપ આપી 1.66 કરોડનું ફ્રોડ:1500થી વધુ લોકોને બંધ સ્કીમનો લાભ આપી કર્મચારીઓએ બોગસ એગ્રીમેન્ટ- ભળતું બેંક ખાતું ખોલાવી પૈસા મેળવ્યાં

    9 hours ago

    અમદાવાદના જાણીતા 'જિમ લોન્જ'ના માલિક સાથે તેમના જ બે કર્મચારીઓએ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બંધ થઈ ગયેલી 10 હજાર રૂપિયામાં 10 વર્ષની ઓફર માલિકની ગેરહાજરીમાં ચાલુ રાખીને, ભળતા નામે નવું બેંક એકાઉન્ટ ખોલાવી 1500થી વધુ ગ્રાહકો પાસેથી રૂ. 1.66 કરોડથી વધુની રકમ હડપ કરી લેવામાં આવી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે. માલિકની ગેરહાજરીમાં બંધ સ્કીમ ચાલુ રાખી ગાંધીનગરના સુઘડમાં રહેતા વિજય સેંગરે આર્થિક ગુના નિવરણ શાખામાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ જીમ લોન્જ નામથી જિમ ચલાવે છે, જેની ઘણી બ્રાન્ચ આવેલી છે. તેમના જીમના 10 વર્ષ પૂરા થતા 1 જુલાઈથી 10 જુલાઈ સુધી 10 હજાર રૂપિયામાં 10 વર્ષ જીમની મેમ્બરશિપની ઓફર રાખવામાં આવી હતી. આ ઓફર સમય મર્યાદા બાદ પૂરી થઈ હતી, જે બાદ નિયમિત ભાવથી મેમ્બરશિપ આપવામાં આવતી હતી. ઓફર પૂરી થતા બાદ વિજયભાઈને નવા પ્રોજેક્ટના કામથી બે મહિના બહારગામ જવાનું હતું. આ દરમિયા જીમની જવાબદારી સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માને આપી હતી. મેનેજર ગ્રાહકોને એજન્ટ બનીને મળતો હતો વિજયભાઈ 10 સપ્ટેમ્બરે પરત આવ્યા ત્યારે જીમમાં સ્કીમમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા લોકો આવતા હતાં, જેમની પાસે જીમમાં ફી ભરેલા પુરાવા હતા પરંતુ તે ફી જીમના બેન્ક ખાતામાં જમા પણ થઈ નહોતી. આ મામલે વિજયભાઈએ તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે, તેમના ગયા બાદ સેન્ટર હેડ જૈનિશ અને બ્રાન્ચ મેનેજર મનીષે બંધ કરવામાં આવેલી સ્કીમ ચાલુ રાખી હતી. તમામ બ્રાન્ચના સ્ટાફને પણ સ્કીમ ચાલુ હોવાની જ જાણ કરી હતી. આ દરમોહન મનીષ મેનેજર હતો તે ગ્રાહકોને એજન્ટ બનીને મળતો હતો અને સ્કીમ સમજાવી Upi અને રોકડાથી પૈસા મેળવીને મેમ્બરશિપ આપી જ દેતો હતો. બોગસ એગ્રીમેન્ટ અને જીમને ભળતું બેંક ખાતું ખોલાવી કૌભાંડ જૈનિશે લોકોને વિશ્વાસ રહે તે માટે પોતાની પત્ની ભારતી શુક્લા સાથે મળીને જીમમાં ભાગીદાર હોવાનો ખોટો એગ્રીમેન્ટ બનાવ્યો હતો. જે એગ્રીમેન્ટના નામે જીમ લોન્જના ભળતાં નામથી બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં જીમની મેમ્બરશિપના પૈસા લેવામાં આવતા હતા. આમ ત્રણેય ભેગા મળીને 1500થી વધુ ગ્રાહકો પાસેથી જીમની મેમ્બરશિપના 1.66 કરોડથી વધુ રકમ UPI, રોકડા અને બેંક એકાઉન્ટમાં મેળવી હતી. આ અંગે વિજય સેંગરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા:શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; PMના પરિવારજનો GMERS સેવા કેમ્પમાં
    Next Article
    સોમનાથ બીચ પર 'સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર' અભિયાન:પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે સફાઈ;કોસ્ટ ગાર્ડ અને NCC કેડેટ્સે કચરો વીણી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment