Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી-વાલીઓ માટે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ:શિક્ષણ અને સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય પર જાગૃતિ સત્ર યોજાયું

    19 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે નવા શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે શિક્ષણ અને સ્વસ્થ માનસિક સ્વાસ્થ્ય વિષય પર એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 17 જુલાઈ, 2026ના રોજ બાયોટેકનોલોજી વિભાગ અને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, બાયોટેકનોલોજી વિભાગના વડા ડૉ. ગૌરવ શાહ અને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્રના કો-ઓર્ડિનેટર ડૉ. કીર્તિ ડી. ઠાકરના માર્ગદર્શન હેઠળ આ સત્ર યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના પ્રોજેક્ટ ઓફિસર દેવેન્દ્રનાથ કે. પટેલે યુનિવર્સિટી કેમ્પસના રસપ્રદ પ્રસંગો અને અનુભવોની ચર્ચા કરીને વાતાવરણને હળવું બનાવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા અને મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્રના સલાહકાર વિશાખા એન. યાદવે “વર્ગખંડ થી યુનિવર્સિટી પરિસર તમારી પહેલા વર્ષની સાધન સામગ્રી” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે શાળા અને યુનિવર્સિટી કેમ્પસ વચ્ચેના વાતાવરણના તફાવતને સ્પષ્ટ કર્યો હતો. યાદવે સંક્રાંતિકાળ (Transition Phase) દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે આવતી સામાન્ય તેમજ વિશિષ્ટ માનસિક મૂંઝવણો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી. તેમણે મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સિદ્ધાંતોના આધારે, વ્યવહારુ ઉદાહરણો અને પ્રક્રિયાત્મક અનુભવો દ્વારા આ સમસ્યાઓના સચોટ ઉકેલો સમજાવ્યા હતા. આ શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક જાગૃતિ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે પ્રેરણાત્મક સંગીત દ્વારા વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાયોટેકનોલોજી વિભાગના પ્રાધ્યાપકો ડૉ. અંબિકા આરકાટર, ડૉ. ચિરાગ પ્રજાપતિ અને ડૉ. માનસી મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન કેન્દ્રના પ્રોજેક્ટ ઓફિસર દેવેન્દ્રનાથ કે. પટેલ તથા સલાહકારો દર્શન આર. પરમાર, શ્રીમતી વિશાખા એન. યાદવ અને સુશ્રી શિલ્પા ડી. યાદવે કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ નવા પ્રવેશાર્થીઓ માટે અત્યંત અસરકારક અને પ્રેરણાદાયી સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    SPB કોલેજમાં મેહંદી સ્પર્ધા યોજાઈ:27 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો, વિજેતા જાહેર
    Next Article
    Vadodara Health News | વડોદરામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ | Chandipura Virus | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment