Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPનો એક્શન પ્લાન:જામનગરમાં નવરાત્રીમાં બંદોબસ્ત માટે SPનો એક્શન પ્લાન, 1371 પોલીસકર્મી રહેશે તૈનાત

    5 days ago

    જામનગર શહેર-જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન લોકોની સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે એસપી ડો.રવિમોહન સૈની દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 21 કોમર્શિયલ ગરબા, 78 મોટા ગરબા તથા 692 શેરી ગરબા મળીને કુલ 789 ગરબાનું આયોજન હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. નવરાત્રિ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 51 પોલીસ અધિકારીઓ સહિત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી જવાનો મળી કુલ 1,371 કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત કરાયો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની 20 મોબાઈલ ટીમો તથા સમગ્ર જિલ્લામાં આશરે 32 જેટલી 112 મોબાઈલ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ઘોડેસવાર પોલીસ યુનિટ દ્વારા પણ પેટ્રોલિંગ કરાશે. ટ્રાફિક પોલીસ દ્વારા અગત્યના પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરશે. કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરશે. 200 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરાશે. અવાવરુ, ભીડભાડવાળી જગ્યાઓ આસપાસના વિસ્તારોમાં નાઈટ વિઝન ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. એલસીબી, એસઓજી સહિત પોલીસ ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો, ગુનેગારોનું ચેકિંગ કરવામાં આવશે. એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો પર નજર રાખશે. નવરાત્રિમાં લોકોને પોલીસ મદદની જરૂર પડે તો તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઈન નં-112 અથવા જામનગર પોલીસ કંટ્રોલ રૂમના નં. 0288-2550200 તથા 6359627800 પર સંપર્ક કરવા જણાવાયું છે. નવરાત્રીમાં પોલીસની 15 SHE-ટીમ તૈનાત નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા સ્થળો પર મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ છેડતી કે રોમિયોગીરી જેવી ઘટનાઓ અટકાવવા માટે જામનગર પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 15 SHE-ટીમ (શી-ટીમ) ની રચના કરવામાં આવી છે. આ ટીમો ગરબા સ્થળો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં ખાસ વોચ રાખવામાં આવશે. આ ટીમો સાદા ડ્રેસમાં તૈનાત રહીને અસામાજિક તત્વો પર નજર રાખશે.
    Click here to Read More
    Previous Article
    મોખાણા ગામમાં દેશીને બદલે કાશ્મીરી ગુલાબના વાવેતર તરફ ખેડૂતોનો ઝુકાવ:ટકાઉપણાની શ્રેષ્ઠ ગુણવત્તા અને સાનુકૂળ આબોહવાના કારણે સીઝનેબલ પુષ્પોનું વિપુલ ઉત્પાદન‎
    Next Article
    મારી નાખવાની ધમકી પણ આપી:વડલીમાં ભૂગર્ભ ગટરનું કામ બંધ કરાવી શખ્સનો સરપંચ સહિત 2 પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment