Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોખાણા ગામમાં દેશીને બદલે કાશ્મીરી ગુલાબના વાવેતર તરફ ખેડૂતોનો ઝુકાવ:ટકાઉપણાની શ્રેષ્ઠ ગુણવત્તા અને સાનુકૂળ આબોહવાના કારણે સીઝનેબલ પુષ્પોનું વિપુલ ઉત્પાદન‎

    5 days ago

    જામનગર તાલુકાના મોખાણા ગામનો વાડી વિસ્તાર વર્ષોથી વિવિધ પ્રકારના ફૂલોની ખેતી માટે જાણીતો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મોખાણા વાડી વિસ્તારના ખેડૂતો પરંપરાગત દેશી ગુલાબની ખેતી છોડીને કાશ્મીરી ગુલાબના વાવેતરનો વ્યાપ વધ્યો છે. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં કાશ્મીરી ગુલાબનું મોટા પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે. આ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ આ ગુલાબની ખાસિયત છે કે તેને દૈનિકના બદલે એકાંતરા દિવસ છોડીને છોડ પરથી ઉતારવામાં આવે તો પણ ફૂલો ખરતા નથી. છોડ પરથી ફુલ ઉતારી લીધા પછી પણ બે-બે દિવસ સુધી તેની પાંદડીઓ અકબંધ રહેતી હોવાથી હાર બનાવવા અને શણગારમાં તેનો ઉપયોગ વધુ થાય છે, જેના લીધે ફૂલ બજારના વેપારીઓમાં કાશ્મીરી ગુલાબની માંગ વધુ રહે છે. સામાન્ય રીતે દેશી ગુલાબની અન્ય વિવિધ જાતોની સરખામણીએ કાશ્મીરી ગુલાબ વજનમાં સહેજ હલકા હોય છે. વજન હલકું હોવા છતાં સ્થાનિક ખેડૂતોમાં તેના વાવેતરનો ક્રેઝ વધવાનું મુખ્ય કારણ તેનું વધુ પડતું ટકાઉપણું છે. જો કોઈ કારણસર કે હવામાનના કારણે છોડ પરથી ફૂલો ઉતારવામાં એકાદ દિવસનો વિલંબ થઈ જાય, તો પણ ફુલોને વધુ નુકસાન થતું નથી. આ ગુણધર્મને કારણે ખેડૂતોને માર્કેટમાં ફૂલો પહોંચાડવા અને યોગ્ય ભાવે વેચાણ કરવા માટે પૂરતો સમય મળી રહે છે. મોખાણા વાડી વિસ્તારમાં પુષ્કળ પાણીની સુવિધા હોવાથી અહીંનું વાતાવરણ બાગાયતી ફૂલોની ખેતી માટે અત્યંત સાનુકૂળ રહે છે, જેના પરિણામે ફૂલોનું ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. આ વિસ્તારમાં સીઝન મુજબ હજારી ગોટા, ગેલેરીયો, સેવન્ટી, ડેઝી અને ગુલાબ સહિતના વિવિધ રંગબેરંગી ફૂલોનું મબલક ઉત્પાદન થાય છે. ખેડુતોને અન્ય પાકો કરતા ફુલોની ખેતીમાં કમાણી વધુ રહેતી હોવાથી ફુલોની ખેતીને પ્રથમ પ્રાધાન્ય આપે છે. 1 હજાર કાશ્મીરી ગુલાબ વાવેલા છે, વધુ 1500 છોડ વાવ્યા મોખાણા વાડી વિસ્તારમાં ગુલાબની ખેતી કરતા ખેડુતે ત્રણ વર્ષ પહેલા કાશ્મીરી ગુલાબના છોડ વાવ્યા હતા, જેમાં ગુલાબનું ઉત્પાદન ચાલુ છે અને હાલ વધુ 1500 કાશ્મીરી ગુલાબના છોડ વાવ્યા છે. કાશ્મીરી ગુલાબની માંગ વધુ છે અને આવક અન્ય પાકો કરતા વધુ રહે છે.- ખેડુત નિલેશભાઈ પાટડીયા
    Click here to Read More
    Previous Article
    પ્રથમ નોરતે 260 બાઇક, 45 કારનુ વેચાણ:ગત વર્ષ કરતા 40 ટકા ઓછુ, ઇવી વાહનોની ડિમાન્ડ ડબલ થઇ
    Next Article
    SPનો એક્શન પ્લાન:જામનગરમાં નવરાત્રીમાં બંદોબસ્ત માટે SPનો એક્શન પ્લાન, 1371 પોલીસકર્મી રહેશે તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment