Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમ નોરતે 260 બાઇક, 45 કારનુ વેચાણ:ગત વર્ષ કરતા 40 ટકા ઓછુ, ઇવી વાહનોની ડિમાન્ડ ડબલ થઇ

    5 days ago

    જૂનાગઢ શહેરમાં નવરાત્રિની શરૂઆતમાં જ નવા વાહનોની ખરીદી થવા લાગી હતી. જેમાં રવિવારની રજા સાથે પ્રથમ નોરતાના શુભ મૂહૂર્તમાં વાહનોના શો-રૂમ પર સવારથી જ લોકોની ભીડ જોવા મળી હતી. જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાં 260 બાઇક, 45 કારનુ વેચાણ થયુ હતુ. જે ગત વર્ષની સરખામણીએ 30 ટકા ઓછુ રહ્યુ છે. બાઇક ડિલર હાર્દિક અંત્રોલિયાએ જણાવ્યુ કે, આ વર્ષે વરસાદની અસર વાહન વેચાણમાં પડી છે. ગત વર્ષની સરખામણીએ 40 ટકા ઓછી બાઇક વેચાય છે. આ વર્ષે સવારે થોડી લોકોની ભીડ રહી હતી અને આખા દિવસમાં 260 બાઇક વેચાય છે. બીજી તરફ ગામડાઓમાં હાલ મોસમ ચાલતી હોવાથી ખેડૂતો ખેતરના કામમાં લાગી ગયા છે. જેને કારણે વાહન ખરીદીમાં ગામડાના લોકો કરતા શહેરીજનોની ભીડ વધારે રહી હતી. પ્રથમ નોરતે નવા વાહન ખરીદવા માટે શહેરના શો-રૂમમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બપોરના સમયે ગરમીને કારણે ખરીદીમાં બ્રેક લાગ્યો હતો. એક જ વર્ષમાં ઇવીનુ માર્કેટ ઉંચુ આવ્યુ પ્રથમ નોરતે કારની ખરીદીમાં લોકોની ભીડ રહી હતી. જેમાં મોટાભાગની ઇલેક્ટ્રીક કારની જ લોકોએ પસંદગી કરી હતી. ગત વર્ષે સરકારે 10 ટકા જીએસટી કરતા ખરીદી વધુ હતુ જે આ વર્ષે થોડી ઘટી છે. ઉપરાંત એક જ વર્ષેમાં ઇવી વાહનનુ માર્કેટ ઉંચુ આવી ગયુ છે. જૂનાગઢમાં ગત વર્ષ કરતા ડબલ ઇવી કારનુ વેચાણ પ્રથમ નોરતે થયુ છે. > ગુંજન પટેલ, કાર ડિલર
    Click here to Read More
    Previous Article
    ખડીયાનો બનાવ, દીવાલ કૂદી નિશાન બનાવ્યું‎:પિતૃકાર્ય માટે ગયા ને મકાનમાંથી તસ્કરો રૂા. 3.90 લાખ ચોરી ગયા
    Next Article
    મોખાણા ગામમાં દેશીને બદલે કાશ્મીરી ગુલાબના વાવેતર તરફ ખેડૂતોનો ઝુકાવ:ટકાઉપણાની શ્રેષ્ઠ ગુણવત્તા અને સાનુકૂળ આબોહવાના કારણે સીઝનેબલ પુષ્પોનું વિપુલ ઉત્પાદન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment