Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SPના ભાઈએ CMને પત્ર લખ્યો:જિ.પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે અમરેલીમાં દારૂ-રેતી ખનન મુદ્દે ગેરકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપ કર્યા

    1 week ago

    પંચમહાલ જિલ્લાના SP હરેશ દુધાતના ભાઈ અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં દારૂબંધીનો ભંગ અને ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરાવવાની માગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, ગુજરાત સરકાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યમાં દારૂબંધી તથા રેતી ખનન બંધ કરવા વારંવાર કડક સૂચનાઓ અપાઈ છે. તેમ છતાં, લીલીયાના 37 ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, તાલુકામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. વિપુલ દુધાતે લીલીયા તાલુકામાં પોલીસ દ્વારા ભોરીંગડા-વેણાવદર ચોકડી, નાના લીલીયા ચોકડી, લીલીયા ઉમિયા સર્કલ, અંતાળીયા મહાદેવ ચોકડી સહિતના વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની માગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ ફૂટેજ ચકાસવામાં આવે તો ગેરકાયદેસર રેતી ખનનની સત્ય હકીકત ઉજાગર થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, લીલીયા શહેર અને ગામડાઓમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો અને કોથળીઓ પડેલી જોવા મળે છે, જે દારૂબંધીની મજાક સમાન છે. આ પ્રવૃત્તિઓ તાકીદે બંધ કરવાની તેમણે માંગણી કરી છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના કાર્યકર વિપુલ દુધાત લીલીયાના ક્રાકચ ગામના વતની છે. તેઓ પંચમહાલ જિલ્લાના SP હરેશ દુધાતના સગા નાના ભાઈ હોવાથી, દારૂ અને રેતી મુદ્દે તેમના દ્વારા મોરચો મંડાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 અને 2025માં લીલીયા પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં વિપુલ દુધાત દ્વારા પોલીસ કામગીરીમાં દખલગીરી અંગે નોંધ કરવામાં આવી હતી. આ નોંધ મુજબ, તેમણે વાહન ચેકિંગ ન કરવા, લાયસન્સ-PUC ન માંગવા, ખોટી ફરિયાદો લેવા દબાણ કરવા, પોલીસને નિયંત્રણમાં રાખવા અને અધિકારીઓને "SPને કહી દેજો, પોલીસનું કામ અમારે કરાવવું પડશે" જેવા નિવેદનો કર્યા હોવાનું નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે વેરાવળમાં AAPનો ઉગ્ર વિરોધ:ગૃહમંત્રીના રાજીનામાની માગ સાથે સૂત્રોચ્ચાર, બેનરો અને પ્લેકાર્ડ સાથે આક્રોશ ઠાલવ્યો
    Next Article
    હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો, VIDEO:ઝાંઝરડા રોડ પર દબાણ હટાવવા બાબતે બબાલ, સ્થાનિકે 6 મીટર પહોળા રસ્તા પર ઢાળ બનાવી દીધો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment