Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો, VIDEO:ઝાંઝરડા રોડ પર દબાણ હટાવવા બાબતે બબાલ, સ્થાનિકે 6 મીટર પહોળા રસ્તા પર ઢાળ બનાવી દીધો હતો

    1 week ago

    જૂનાગઢના ઝાંઝરડા રોડના ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશો અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ ગરમાયું હતું. ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસેના આશરે 6 મીટર પહોળા રસ્તા પર ઢાળ બનાવી દેવાતાં રસ્તો અત્યંત સાંકડો થઈ ગયો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક અરજદાર વિરેન્દ્ર શાહે બે મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. આ અરજી અને રજૂઆતને ધ્યાને લઈને મનપાની દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવા માટે પહોંચી હતી. હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. સ્થાનિકોએ અરજી કરનાર અરજદાર સામે ખાર રાખીને ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે સ્થાનિક રહીશો અરજદારને ગાળો ભાંડીને ધમકીઓ આપવા લાગ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક રહીશ હાથમાં લાકડી લઈને અરજદારને મારવા દોડ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પરિસ્થિતિ વણસતાં તાત્કાલિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ‘સ્થાનિકોએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો’ અરજદાર વિરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, રસ્તો સાંકડો થઈ જવાની ઓનલાઈન ફરિયાદ કરી હતી, તેથી દબાણ શાખાની ટીમ કામગીરી માટે આવી હતી. તે સમયે એપાર્ટમેન્ટના સ્થાનિકોએ મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં તેમના પર હુમલાનો પ્રયાસ થયો હતો, જેથી તેઓ આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરશે. 'ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ચાલી જ રહી છે' ​બીજી તરફ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વિનેશ હદવાણીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોનો ફોન આવતાં માત્ર કામગીરી જોવા અને પરિસ્થિતિ સમજવા માટે સ્થળ પર ગયો હતો. અરજદારે બે મહિના પહેલાં કરેલી અરજી અંગે તેમણે સ્થાનિકો સાથે શાંતિથી વાતચીત કરી હતી. હાલ જૂનાગઢ શહેરમાં અનેક સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી ચાલી જ રહી છે. બે વખત નોટિસ આપી હતી ​મનપાના દબાણ શાખાના અધિકારી એચ. કે. સોંદરવાએ જણાવ્યું હતું કે, ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે 6 મીટરના રસ્તા પર ઢાળ બનાવી દેવાતાં રસ્તો રોકાયો હતો. જેને લઇ દબાણ કરતા ને બે વખત નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ અરજદારની રજૂઆતના આધારે જ દબાણ શાખાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. કામગીરી દરમિયાન અરજદાર અને રહીશો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી
    Click here to Read More
    Previous Article
    SPના ભાઈએ CMને પત્ર લખ્યો:જિ.પંચાયતના પૂર્વ સદસ્ય વિપુલ દુધાતે અમરેલીમાં દારૂ-રેતી ખનન મુદ્દે ગેરકાયદેસર પ્રવૃત્તિના આક્ષેપ કર્યા
    Next Article
    Haryana Teacher Eligibility Test Result 2026 Declared: Know How To Download Scorecard

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment