Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં AAP નેતા હાર્દિક સોલંકીનું રાજીનામું:વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષમાં ગાબડું, રાજીનામું પક્ષના પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું

    1 day ago

    દાહોદ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિક સોલંકીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાર્દિક સોલંકી 2015 થી પક્ષ સાથે જોડાયેલા હતા અને સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા અત્યંત મહત્વની માનવામાં આવતી હતી. તેમણે પોતાનું રાજીનામું પક્ષના પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું છે. હાર્દિક સોલંકી જેવા પક્ષમાં મજબૂત ગણાતા નેતાના રાજીનામાની સીધી અસર આગામી વિધાનસભા ચૂંટણી પર પડશે તેવું સ્પષ્ટ જણાય છે. ચૂંટણીના આ મહત્વપૂર્ણ સમયમાં પાયાના કાર્યકર અને હોદ્દેદારનું પક્ષ છોડવું એ સંગઠન માટે એક મોટો પડકાર બનીને સામે આવ્યું છે. હાર્દિક સોલંકી હવે ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસનો ખેસ ધારણ કરશે, તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે આગામી દિવસોમાં હાર્દિક સોલંકીનો આગામી રાજકીય નિર્ણય શું રહેશે અને તેઓ કયા પક્ષમાં જોડાશે, તે બાબતે સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રિપુરામાં DGPનો ઓફિસમાં મૃતદેહ મળી આવ્યો, આત્મહત્યાની આશંકા:1994 બેચના IPS, UPના રહેવાસી હતા; 1984ના શીખ વિરોધી રમખાણોની તપાસ કરી હતી
    Next Article
    ચોટીલાના કાળાસર ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:રાજકોટ PCBએ વેપન કાર્ટેલમાં વધુ 3 આરોપીની 3 ગેરકાયદે હથિયાર સાથે કરી ધરપકડ, કુલ 17 શખ્સો પાસેથી 34 હથિયાર અને 32 કાર્ટીસ કબ્જે કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment