Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાના કાળાસર ગામના સરપંચનો ભાઈ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો:રાજકોટ PCBએ વેપન કાર્ટેલમાં વધુ 3 આરોપીની 3 ગેરકાયદે હથિયાર સાથે કરી ધરપકડ, કુલ 17 શખ્સો પાસેથી 34 હથિયાર અને 32 કાર્ટીસ કબ્જે કરાયા

    1 day ago

    રાજકોટ શહેર PCB દ્વારા ગેરકાયદે હથિયારની સિન્ડિકેટ તોડી પાડવા માટે મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર સહીત રાજકોટ અને સૌરાષ્ટ્રના સપ્લાયરને ઝડપી પાડી એક બાદ એક આરોપીઓ અને ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવી રહ્યા છે જેમાં આજ રોજ પોલીસે વધુ 3 આરોપીઓને 3 ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઝડપાયેલ એક આરોપી કિશોર ઉર્ફે ભગતનો ભાઈ ચોટીલા તાલુકાના કાળાસર ગામનો સરપંચ હોવાનું સામે આવ્યું છે અને આજથી 6 વર્ષ પહેલા આરોપી શકીલ પાસેથી હથિયાર ખરીદ કર્યાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વેપન કાર્ટેલ કેસમાં પોલીસે કુલ 17 આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી કુલ 34 ગેરકાયદે હથિયાર અને 32 જીવતા કાર્ટીસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર PCB દ્વારા એક સપ્તાહ પૂર્વે ગેરકાયદે હથિયારની સિન્ડિકેટ તોડી પાડવા માટે વેપન કાર્ટેલ કેસમાં મધ્યપ્રદેશના મુખ્ય સપ્લાયર શકીલ મન્સૂરીની ધરપકડ કરી તેની પાસેથી કુલ 16 હથિયાર સાથે 5 આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ પછી કોર્ટ દ્વારા આરોપી શકીલ મન્સૂરી, ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરા અને પ્રદીપ કરપડાના વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીઓની ઊંડાણ પૂર્વક પુછપરછ શરૂ રેકી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આરોપી શકીલ મન્સૂરીએ 6 વર્ષ પહેલા ચોટીલા અને રાજકોટના એક શખ્સને મળી કુલ ત્રણ હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે ચોટીલાના કિશોર ઉર્ફે ભગત કોબીયા અને રાજકોટના સાવન ડાભીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બન્ને પાસેથી એક એક ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા લબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ચોટીલાના કિશોર ઉર્ફે ભગત કોબીયાની પુછપરછ કરતા તેને અન્ય એક પોતાનું હથિયાર તેના જ મિત્ર વિપુલ ઉર્ફે ભોલો સાંકળીયાને આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ કબ્જે કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની વધુ પુછપરછ કરતા કિશોર ઉર્ફે ભગત દ્વારા બે હથિયાર પૈકી એક 35 હજાર અને બીજું 45 હજારમાં ખરીદ કર્યું હતું જયારે સાવન ડાભીએ 50 હજારમાં ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. આરોપી કિશોર ઉર્ફે ભગત અને વિપુલ ઉર્ફે ભોલો બન્ને મિત્ર છે જેઓ અગાઉ ઝડપાયેલ સપ્લાયર ગાવસ્કર ઉર્ફે દર્શન રાજપરાના મિત્ર હોવાથી તેમનો પરિચય મધ્યપ્રદેશના શકીલ મન્સૂરી સાથે થયો હતો દરમિયાન તેને હથિયાર ખરીદ કર્યા હતા આ પછી થોડા સમય પહેલા કિશોરના પિતા વજાભાઇનું અવસાન થયા બાદ તે ભગત બની ગયો હતો અને સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવવા લાગી અલગ અલગ ગામડાઓમાં ભજન ગાવા જતો હતો માટે હથિયાર જરૂર ન હોવાથી ભગત બનવાનો વિચાર કરી એક હથિયાર મિત્ર વિપુલને આપી દીધું હતું અને એક હથિયાર પોતે રાખતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પુછપરછમાં મુખ્ય આરોપી સકીલ મન્સૂરી મધ્યપ્રદેશમાં અન્ય બે શખ્ખો પવન અને રાહુલ પાસેથી 5થી 7 હજારમાં હથિયાર ખરીદ કરી અહીંયા 25થી 50 હજાર સુધી કિંમતમાં વેચાણ કરતો હોવાનું સામે આવતા પવન અને રાહુલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આમ ગેરકાયદેસર હથીયારોનુ વેંચાણ કરતી 'વેપન કાર્ટેલ'ના કેસમા તપાસ દરમિયાન 8 દિવસમાં કુલ 17 શખ્સોને દેશી બનાવટના 34 હથીયારો તથા જીવતા 32 કાર્ટીસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં AAP નેતા હાર્દિક સોલંકીનું રાજીનામું:વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષમાં ગાબડું, રાજીનામું પક્ષના પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું
    Next Article
    Jantar Mantar पर कितनी भीड़ पहुंची थी? Ground Report | Sansad March | CJP Protest | Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment