Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈના વિરહ નહીં ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યાનો પોલીસનો દાવો:ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમાં તાપી SPએ સ્પષ્ટતા કરી, શાંતિલાલ હાલ સારવારમાં

    7 hours ago

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત 12 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટના અંગે સોનગઢ પોલીસે જાણવાજોગ નોંધ નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. ઘરકંકાસના કારણે ભર્યું પગલું પ્રાપ્ત માહિતી મુજબ, ગત 12 ઓક્ટોબરના રોજ શાંતિલાલ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે સોનગઢ પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આસપાસના પાડોશીઓ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ નિવેદનો અને પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે શાંતિલાલ વસાવાએ પારિવારિક ઝઘડા અને ઘરકંકાસથી કંટાળીને આ પગલું ભર્યું હતું. રાજકીય તર્ક-વિતર્કો વચ્ચે પોલીસ સ્પષ્ટતા ધારાસભ્યના ભાઈ દ્વારા લેવાયેલા આ પગલાંને લઈને રાજકીય અને સામાજિક સ્તરે અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. જોકે, તાપી જિલ્લા પોલીસ વડા જે એન દેસાઈએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, શાંતિલાલ વસાવાએ ચૈતર વસાવાના વિરહમાં કે અન્ય કોઈ રાજકીય કારણોસર દવા પીધી નથી, પરંતુ સંપૂર્ણપણે ઘરકંકાસના કારણે જ આ પ્રયાસ કર્યો છે. હાલ સોનગઢ પોલીસ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓ બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, પોલીસ સાથે ઘર્ષણ
    Next Article
    કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ:GRD મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી,યુવકે વિડિઓ બનાવી પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં કાર્યવાહી ન થયાના કર્યા આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment