Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓ બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવન પહોંચ્યા, પોલીસ સાથે ઘર્ષણ

    15 hours ago

    દિલ્હીમાં કોંગ્રેસ, CJPના આંદોલન બાદ તેના વિરોધમાં હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે CJP અને કોંગ્રેસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોપોગેન્ડા અને દેશ વિરોધી ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રવાડે ચડાવતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જ્યાં રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરશે. ડીજે લઈને બેનરો અને પોસ્ટરો સાથે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનની તસવીરો SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દેશભરમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે હવે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને કોકરોચ જનતા પાર્ટીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. રાજ્યભરમાંથી કાર્યકર્તા અમદાવાદ પહોંચ્યા રાહુલ ગાંધી, કોંગ્રેસ અને CJP સંવિધાનિક સંસ્થા ઇલેક્શન કમિશનર અને સુપ્રીમ કોર્ટ પર સવાલ ઊભા કરી દેશમાં અરાજકતા ફેલાવતા હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીજે, બેનર અને પોસ્ટર સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું છે. રાજ્યભરમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Ajay Devgan Bungalow Bulldozer Action: अजय देवगन के जुहू स्थित बंगले पर बुलडोजर एक्शन | BMC | Mumbai
    Next Article
    ભાઈના વિરહ નહીં ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યાનો પોલીસનો દાવો:ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમાં તાપી SPએ સ્પષ્ટતા કરી, શાંતિલાલ હાલ સારવારમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment