Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ:GRD મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી,યુવકે વિડિઓ બનાવી પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં કાર્યવાહી ન થયાના કર્યા આક્ષેપ

    8 hours ago

    ​જૂનાગઢ શહેરમાં હૃદય કંપાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં GRD મહિલાના અસહ્ય ત્રાસ અને પોલીસ વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યું છે.મૃતક હરદેવસિંહ ઉર્ફે હરિઓમ છત્રસિંહ જાડેજા (ઉં.વ. 40, રહે. ટીંબાવાડી, જૂનાગઢ) ફાઇનાન્સ તથા છૂટક વેપાર-ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ કેસમાં આરોપી મીરાબેન સંજયભાઈ ગોસ્વામી સાથે મૃતકને સંબંધ હોવાને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી બંને વચ્ચે રૂપિયા તથા અન્ય કારણોસર સતત ઝઘડા થતા હતા.આરોપી મીરાબેન અવારનવાર હરદેવસિંહના ઘરે જઈને માનસિક ત્રાસ આપતી હતી.મીરાબેન જી.આર.ડી.માં નોકરી કરતા હોવાથી કાયદાને નેવે મૂકીને યુવક પાસે નાણાંની માંગણી કરતી હતી. ​આ ત્રાસથી કંટાળીને મરતા પહેલાં મૃતક હરદેવસિંહ જાડેજાએ સારવાર દરમિયાન હોસ્પિટલ માંથી એક વિડિઓ બનાવ્યો હતો...જેમાં તે બોલી રહ્યા છે કે મીરાબેન સંજયભાઈ ગોસ્વામી મને ખૂબ હેરાન કરે છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પણ સપોર્ટ મળે છે, પોલીસ મીરા ગોસ્વામીને સપોર્ટ આપે છે.મીરા મને કહે છે કે કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ. મારા ઘરે આવીને મને હેરાન કરે છે. મીરા એ મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયયા માંગે છે.મેં અગાઉ ફરિયાદ કરી દીધી હતી, પેલી અરજી દીધી અને પાછી બીજી વખત પણ અરજી દીધી. મારું કોઈ માનતું નથી. હું મરી જાવ ને એનું કારણ આ છે, મારા મરવાનું કારણ આ છે. ​મૃતકના પત્ની બીનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે મીરા ગોસ્વામી દ્વારા અમને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. મીરા જી.આર.ડી.માં નોકરી કરતી હોવાથી તેણે મારા ઘરવાળા સાથે સંબંધ રાખી બ્લૅકમેલિંગ કરીને અઢી-ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. મીરા ગૌસ્વામી એ પૈસાની ઉઘરાણી માટે અવારનવાર ટોર્ચર કર્યું હતું. મીરા ગોસ્વામી ને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે. ​આ બનાવ અંગે મૃતકના ભાઈ મહાવીરસિંહ છત્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) કલમ 173 તથા બી.એન.એસ. કલમ 108 હેઠળ આરોપી મીરાબેન સંજયભાઈ ગોસ્વામી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારની પ્રબળ માંગણી છે કે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને વ્યાજખોર મહિલા તથા સાથ આપનાર પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ નિર્દોષે આ પ્રકારે જીવ ગુમાવવો ન પડે. આ સમગ્ર મામલે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ મામલે અગાઉ મીરા ગોસ્વામી એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ જાડેજા વિરુદ્ધ અરજી કરી હતી. જેને લઇ મૃતકને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી દેવામાં આવી હતી. મૃતકના સગાએ પોલીસ પર કરેલા આક્ષેપો પાયા વિહોણા છે. કોઈપણ અરજદારની રજૂઆતને પોલીસ તાત્કાલિક ધ્યાને લઈ કામગીરી શરૂ કરે જ છે..
    Click here to Read More
    Previous Article
    ભાઈના વિરહ નહીં ઘરકંકાસથી કંટાળી પગલું ભર્યાનો પોલીસનો દાવો:ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમાં તાપી SPએ સ્પષ્ટતા કરી, શાંતિલાલ હાલ સારવારમાં
    Next Article
    ચાલુ ગરબામાં સિંગરે શર્ટ કાઢી ઠુમકા લગાવ્યા, VIDEO:ગુજરાત યુનિ.ના કન્વેશન સેન્ટરમાં ગરબાના નામે બોલિવૂડ સોંગ્સ ગૂંજ્યા, ખેલૈયાએ દુપટ્ટા ઉછાળ્યા; સમગ્ર મામલે આયોજક અજાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment