Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાર ચાલકે ઝીગઝેગ કટ મારીને સ્ટંટ કર્યા, VIDEO:ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજ બહાર નબીરાની શો-બાજી, એક મહિનામાં રફતારનો ત્રીજો બનાવ

    10 hours ago

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નબીરાઓના કાર લઈને સ્ટંટ કરવાના બનાવ વધી રહ્યા છે, ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઉસ્માનપુરામાં આવેલી એશિયા પેસિફિક કોલેજ છૂટવાના સમયે કોલેજ બહાર એક થાર ચાલકે ઝીગઝેગ કટ મારીને સ્ટંટ કર્યા હતા. થારચાલકે જોખમી રીતે ગાડી ચલાવી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર કરી દીધા હતા. બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવાના આવી છે. પાયલટ, લંગડાના પૌત્ર આદિત્ય અને હવે આ નબીરો એક જ મહિનામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્ટંટબાજીનો ત્રીજો બનાવ છે. અગાઉ એક પાયલોટ યુવકે પૂરઝડપે પોર્શે કાર ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. જે બાદ બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડે પણ મસ્ટાંગ કાર રોંગ સાઈડમાં ચલાવી ઝઘડો કરી મારામારી કરી હતી. હવે આ ત્રીજો બનાવ બન્યો છે જેને લઈને સવાલ ઊભા થયા છે. આ બનાવમાં મોટી જાનહાનિ થવાની પણ સંભાવના હતી પરંતુ સદનસીબે થઈ નથી. પૂરઝડપે થાર ચલાવીને કટ મારીને સ્ટંટ કર્યા 'હવે નહીં કરુ...સોરી....પગે લાગું' વિદ્યાર્થિનીઓ આવી રહી હતી ને ઝીગઝેગ સ્ટાઇલમાં સ્ટંટ કર્યા ઉસ્માનપુરા પાસે આવેલી એશિયા પેસિફિક કોલેજ બહાર GJ 01 WA 7755નંબરની થાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારચાલક દ્વારા સર્પાકાર ઝીગઝેગ સ્ટાઇલમાં કાર ચલાવવામાં આવી રહી હતી. બરોબર કોલેજ છૂટવાના સમયે વિદ્યાર્થિનીઓ આવી રહી હતી ત્યારે જ નબીરાએ રફ ડ્રાઈવિંગ કરી સ્ટંટ કર્યા હતા. થારનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં કોલેજના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે કાર ચલાવતો કાર ચાલક દેખાઈ રહ્યો છે. લોકો પકડ્યો તો માફી માગીને નાસી ગયો જોકે કાર ચાલક આ રીતે ડ્રાઈવ કરતા થોડે આગળ જ સ્થાનિકોએ કાર ચાલકને ઊભો રાખ્યો હતો, ત્યારે થારચાલક પોતાની ભૂલ સ્વીકારી લોકોની માફી માંગી રહ્યો હતો. સ્થાનિકોએ કાર ચાલકને બરોબરને ધમકાવ્યો હતો જે બાદ કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ વીડિયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કારના નંબરના આધારે માલિકની તપાસ કરવામાં આવી રહી છે. કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરાશે. આ પણ વાંચો પાયલટે પ્લેનની જેમ જ પોર્શે ઉડાવી, VIDEO અમદાવાદના રસ્તા જાણે કે રન વે હોય તેમ એક પાયલટ યુવકે લો ગાર્ડન પાસે પૂરઝડપે મોંઘીદાટ પોર્શે કાર 100થી વધુની સ્પીડે દોડાવી હતી. આ કારની રફતારના કારણે બે યુવકોના જીવ બચી ગયા હતા. અરકાન તિરમિઝી નામનો યુવક જ્યારે પ્લેનની જેમ પોર્શે ‘ઉડાવી’ નીકળ્યો ત્યારે લોકો ફફડી ઉઠ્યા હતા. આંખના પલકારામાં જ લક્ઝુરિયસ કાર નીકળી જતા અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) કરોડની 'મસ્ટાંગ' કારમાં ફરતા બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જી મારામારી કરી અમદાવાદના જાણીતા કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્રએ ફરી એક વખત નવરંગપુરામાં મારામારી કરી છે. દાદાના રસ્તે ચાલી રહેલા ગુનેગાર આદિત્યસિંહ રાઠોડે રોંગસાઇડમાં મોંઘીદાટ કાર હંકારીને અન્ય એક કાર સાથે અથડાવી હતી. બાદમાં આદિત્યસિંહે ઝગડો કરીને કારચાલક સાથે બોલાચાલી બાદ મારામારી કરીને મારી નાખવાની ધમકી આપી હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    If the only value lies in what machines can mimic, humanity will be over
    Next Article
    બનાવટી દસ્તાવેજ બનાવીને 5.29 લાખની ઠગાઈ:વડોદરામાં બજાજ ફાઇનાન્સમાંથી 8 લાખની ઓનલાઈન લોનની એન્જિનિયરને લાલચ આપી'તી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment