Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાવટી દસ્તાવેજ બનાવીને 5.29 લાખની ઠગાઈ:વડોદરામાં બજાજ ફાઇનાન્સમાંથી 8 લાખની ઓનલાઈન લોનની એન્જિનિયરને લાલચ આપી'તી

    10 hours ago

    વડોદરામાં ઓનલાઈન લોન મેળવવાની લાલચ આપી એન્જિનિયર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ બજાજ ફાઇનાન્સના નામે બોગસ દસ્તાવેજો, ખોટા બેંક ખાતાઓ અને ડિજિટલ છેતરપિંડી દ્વારા આશરે રૂ. 5,29,310ની ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 6 લાખની લોન ઓનલાઈન અપાવાની લાલચ આપી'તી ફરિયાદી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. આ યુવકને રૂપિયા 6 લાખની લોન ઓનલાઈન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે ફરિયાદીને અગાઉથી નક્કી કરેલા અલગ-અલગ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. સાથે પ્લેસ્ટોર પરથી બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવ્યું હતું. અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા ત્યારબાદ રૂ. 6,00,000 ની જગ્યાએ મનસ્વી રીતે રૂ. 8,78,736 ની લોન મંજૂર કરાવડાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદી બેંક ખાતામાં આવેલી વધારાની રકમ એટલે કે રૂ. 2,79,308 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઠગાઈને વધુ વિશ્વસનીય બનાવવા માટે આરોપીઓએ બજાજ ફાઇનાન્સનો ખોટો લોન એકાઉન્ટ નંબર ઇશ્યુ કરાવ્યો હતો. એન્જિનિયર સાથે 5.29 લાખની ઠગાઈ આ સાથે ઠગાઈ કરનાર આરોપી દ્વારા વિશ્વાસમાં લેવા માટે બજાજ ફાઇનાન્સના નામની સહી-સિક્કાવાળી બનાવટી રિસિપ્ટ તૈયાર કરી ઈમેલ દ્વારા મોકલી આપવામાં આવી હતી, જેથી આ બનાવટી રિસિપ્ટ સાચી હોવાનો ભ્રમ ઊભો થઈ શકે. ત્યારબાદ ત્રણ મહિના સુધી લોનનો EMI ભરીને લોન સેટલમેન્ટ કરાવવાના બહાને આરોપીઓએ બજાજ ફાઇનાન્સના નામે ખોટા બેંક એકાઉન્ટ મોકલી વધુ રૂ. 2,50,002 ઓનલાઈન ઈલેક્ટ્રોનિક માધ્યમથી ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, કુલ મળીને આશરે રૂ.5,29,310 જેટલી માતબર રકમ પરત ન કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    થાર ચાલકે ઝીગઝેગ કટ મારીને સ્ટંટ કર્યા, VIDEO:ઉસ્માનપુરાની એશિયા પેસિફિક કોલેજ બહાર નબીરાની શો-બાજી, એક મહિનામાં રફતારનો ત્રીજો બનાવ
    Next Article
    દશેરાના પાવન પર્વે સુરત-નવસારી કોરિડોરનું ખાતમુહૂર્ત:14.3 કિમીનો માર્ગ 6 લેન બનશે અને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ, વાહનચાલકોની 20થી 30 મિનિટ બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment