Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશેરાના પાવન પર્વે સુરત-નવસારી કોરિડોરનું ખાતમુહૂર્ત:14.3 કિમીનો માર્ગ 6 લેન બનશે અને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ, વાહનચાલકોની 20થી 30 મિનિટ બચશે

    10 hours ago

    રાજ્ય સરકાર દ્વારા સુરત-નવસારી હાઈસ્પીડ કોરિડોર માટે રૂપિયા 945.82 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આગામી દશેરાના પાવન પર્વે કરવામાં આવશે અને ત્યારબાદ તરત જ કામ શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને શહેરી વિસ્તારોને વધુ ઝડપી માર્ગ જોડાણ પૂરું પાડવાના હેતુથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આયોજન મુજબ સુરત-સચિન-નવસારી રોડને આધુનિક અને વધુ ક્ષમતાવાળો બનાવવામાં આવશે. 14.3 કિ.મી. નો માર્ગ 6 લેન અને એલિવેટેડ કોરિડોરનું નિર્માણ આ હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત સચિનથી નવસારીને જોડતા 14.3 કિ.મી. લાંબા માર્ગને હાલના 4 લેનમાંથી 6 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત, પલસાણા હાઈવે પર આવેલી આલ્ફા હોટલથી સુડા (SUDA) બાયપાસ રોડ પર 1.9 કિ.મી. લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. કુલ પ્રોજેક્ટમાં રોડ તેમજ એલિવેટેડ કોરિડોરના બાંધકામ પાછળ રૂપિયા 638.57 કરોડનો જંગી ખર્ચ થવાનો છે. મરોલી ફ્લાયઓવર અને મીંઢોળા નદી પર મેજર બ્રિજની સુવિધા પ્રોજેક્ટની મુખ્ય માળખાકીય સુવિધાઓમાં માત્ર રસ્તાનું વિસ્તરણ જ નહીં, પરંતુ નવા બ્રિજનું નિર્માણ પણ સામેલ છે. મરોલી જંકશન વિસ્તારમાં સતત વધતા વાહનવ્યવહારને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ત્યાં નવો ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ સાથે જ, મીંઢોળા નદી પર એક મેજર બ્રિજ અને સુરત તથા નવસારી જિલ્લામાં કુલ 8 માઈનોર બ્રિજ પણ બનાવવામાં આવશે. એલિવેટેડ કોરિડોર બન્યા બાદ ટ્રાફિકનું દબાણ ઘટશે સુરત માર્ગ અને મકાન વિભાગ તથા નવસારી દ્વારા હાથ ધરાનારા આ પ્રોજેક્ટ માટે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈએ રજૂઆત કરાઈ હતી. તેઓએ સ્થાનિક કક્ષાથી લઈને પાટનગર સુધી આ અંગે રજૂઆતો કરી હતી. એલિવેટેડ કોરિડોર બનવાને કારણે સ્થાનિક અને લાંબા અંતરના વાહનોનો ટ્રાફિક અલગ થઈ જશે, જેથી જંકશન પર ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. મુસાફરીના સમયમાં 20થી 30 મિનિટનો બચશે સુરત અને નવસારી વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં ખાનગી વાહનો, એસટી બસો અને અન્ય કોમર્શિયલ વાહનોની અવરજવર રહે છે. 6 લેન માર્ગ બનવાથી પીક અવર્સ દરમિયાન વારંવાર સર્જાતા ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સુરત અને નવસારી વચ્ચે નિયમિત મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે, અને તેમની મુસાફરીના સમયમાં અંદાજે 20થી 30 મિનિટની બચત થવાનો અંદાજ છે.
    Click here to Read More
    Previous Article
    બનાવટી દસ્તાવેજ બનાવીને 5.29 લાખની ઠગાઈ:વડોદરામાં બજાજ ફાઇનાન્સમાંથી 8 લાખની ઓનલાઈન લોનની એન્જિનિયરને લાલચ આપી'તી
    Next Article
    વિયેતનામના વડાપ્રધાન દિલ્હી પહોંચ્યા:શી જિનપિંગ પણ આવી રહ્યા છે, 10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ; 20 દેશોના નેતાઓ પણ સામેલ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment