Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP સંજય ખરાતે વંડા પોલીસ સ્ટેશનની તપાસ કરી, અરજદારોને સાંભળ્યા:અમરેલીના સાવરકુંડલા તાલુકામાં જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવા પ્રયાસ

    20 hours ago

    SP સંજય ખરાતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરી હતી. આ દરમિયાન તેમણે અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. તપાસણીનો મુખ્ય હેતુ જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારી મજબૂત બનાવવાનો હતો. SPએ અરજદારોની અરજીઓ પર થયેલી તપાસ, કાર્યવાહી અને હાલની સ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા સુરક્ષા, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો અને જાહેરહિતની અરજીઓની ઝીણવટપૂર્વક તપાસ કરી. અરજદારોનો પોલીસ કામગીરી અંગેનો પ્રતિભાવ પણ જાણ્યો હતો. SP સંજય ખરાતે અધિકારીઓને દરેક અરજીમાં નિષ્પક્ષતા, પારદર્શિતા અને સમયબદ્ધતા જાળવી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી. તેમણે નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા મળે તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત ખાલી, લાખો મજૂરોનું પલાયન, VIDEO:પિતા-પુત્રીનાં દુકાનમાં મોત, કાળ બનીને આવ્યું ટેન્કર, ભાડાં વિધેયક મુદ્દે વકીલોમાં ફાંટા, પ્રી-પીટીસીમાં હવે 30 વર્ષ સુધી પ્રવેશ
    Next Article
    ઝાંઝરડામાં ટીપી સ્કીમ નંબર 7 નો વિરોધ:ચાર્જ અને જમીન કપાત સામે ખેડૂતોનું આવેદનપત્ર,રહીશો એ કહ્યું ન્યાય નહીં આપવામાં આવે તો આજ પછી અમે ભાજપનો બહિષ્કાર કરશુ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment