Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ભાજપમાં વોર્ડ-7ના પ્રમુખને લાફો મારવાનો વિવાદ વકર્યો:સથવારા સમાજમાં ભારે રોષ, આગેવાને કહ્યું-કોઈ સમાધાન થયું નથી, ગાંધીનગર પ્રદેશ પ્રમુખ-મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીશું

    7 hours ago

    સુરતના ઉધનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ‘કમલમ્’ ખાતે શાસક પક્ષના બે હોદ્દેદારો વચ્ચે થયેલી તકરાર બાદ હવે સમગ્ર વિવાદ જ્ઞાતિ અપમાન અને આંદોલનના મોડ પર પહોંચી ગયો છે. મનપાના વોર્ડ નંબર 8ના પ્રમુખ મનોજ ખેર દ્વારા વોર્ડ નંબર 7ના પ્રમુખ પ્રદીપ મોરીને જાહેરમાં લાફો મારવામાં આવ્યો હોવાનો અને તેમની જ્ઞાતિ વિરુદ્ધ અત્યંત અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો મામલો સામે આવતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. 'પીડિત પ્રમુખને હજુ સુધી ન્યાય મળ્યો નથી' આ ઘટના બાદ સથવારા સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. પક્ષ દ્વારા આ મામલે આંતરિક સમાધાન થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સમાજના આગેવાનોએ આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારનું સમાધાન થયું નથી તેમજ પીડિત પ્રમુખને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 'અમે સમાજનું અપમાન સહન નહીં કરીએ' સમાજના આગેવાન વૈભવ કણજરીયાએ જણાવ્યું હતું કે, અમારા જનસંઘ અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા યુવા નેતા પ્રદીપભાઈ મોરી પર ઉધના કાર્યાલયમાં મનોજભાઈ ખેર દ્વારા હુમલો કરવામાં આવ્યો અને સમગ્ર સથવારા સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ થયો છે. ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીના નેતા જો એક સમાજ વિરુદ્ધ આવી ગંદી માનસિકતા દર્શાવતા હોય તો તે બિલકુલ સાંખી શકાય નહીં. કાર્યાલયથી એવું કહેવામાં આવ્યું કે સમાધાન થઈ ગયું છે અને આવેદન આપશો તો સમાજની બદનામી થશે. પરંતુ આ લડાઈ કોઈ વ્યક્તિગત નથી, સમાજના સ્વાભિમાન અને ગરિમાની છે. અમે કોઈ પણ ભોગે સમાજનું અપમાન સહન નહીં કરીએ. 'મનોજ ખેર સામે કાર્યવાહી ન થાય તો ગાંધીનગર રજૂઆત કરીશું' વૈભવ કણજરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અમને ભારતીય જનતા પાર્ટી અને તેના શીર્ષ નેતૃત્વ પર પૂરો વિશ્વાસ છે. પરંતુ જો આગામી સાતમ-આઠમના તહેવારો પછીના દિવસોમાં પક્ષ દ્વારા મનોજ ખેર સામે શિસ્તભંગના કડક પગલાં નહીં લેવાય, તો સમગ્ર સથવારા સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચી પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરશે. સમાજની સ્પષ્ટ માંગણીઓ સમગ્ર મામલે સથવારા સમાજે એકસૂરે ચીમકી ઉચ્ચારી છે કે, જો સમયમર્યાદામાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂર પીડિતો માટે SGVP માં મહાયજ્ઞ:ઋષિકુમારોએ 1.25 લાખ ગાયત્રી મંત્ર સાથે પ્રાર્થના કરી
    Next Article
    ઓઢવના જડેશ્વર વન યોગ ક્લાસમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું:ગુજરાત યોગ બોર્ડ સંચાલિત ક્લાસના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment