Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરપ્રાંતીય મજૂરનું હાર્ટ એટેકથી મોત:કુવાડવા રોડ પરથી ફર્નિચરનો ધંધાર્થી ક્રેટા કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

    10 hours ago

    રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુવાડવા GIDC પાસેથી ક્રેટા કારની સીટ નીચે ચોરખાનું બનાવી 3.70 લાખનો દારૂ તેમજ કાર સાથે ફર્નિચરના ધંધાર્થીની ધરપકડ કરવામાં આવી છે. કુવાડવા GIDC પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી ક્રેટાને અટકાવી તપાસ કરતા આગળની સીટ નીચે ચોરખાનું બનાવી તેમાં સંતાડેલા વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેના કારણે હિતેશ મોઢવાડીયા (ઉ.વ.25)ની ધરપકડ કરી દારૂની 120 બોટલ રૂપિયા 3.70 લાખ અને કાર સહિત રૂપિયા 13.70 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની પુછપરછમાં તે રાજસ્થાનના અલગ અલગ ઠેકા પરથી પાંચ-પાંચ દારૂની બોટલ ભેગી કરી રાજકોટ છૂટકમાં વેચાણ માટે લઈ આવતો હોવાની કબૂલાત આપી હતી. મજૂરનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું આહીર ચોકમાં લાદીકામ કરતા મજૂર યુવકનું બેભાન થયા બાદ મોત નીપજ્યું છે. ક્રિષ્ના કાંધુભાઈ તંતી (ઉં.વ.28) આજે સવારે સવારે 7:30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં ક્રિષ્ના મૂળ ઓડિશાનો વતની હતો અને અહીં રાજકોટમાં આહીર ચોકમાં ભાડાની રૂમમાં અન્ય શ્રમિકો સાથે રહેતો હતો અને બાંધકામ સાઈટ ઉપર લાદી ફીટીંગનું કડિયા કામનું મજૂરી કામ કરતો હતો. તેને થોડા દિવસોથી કમરમાં દુખાવો હતો એ સિવાય અન્ય કોઈ રોગ ન હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. 6 ચોરીની રીક્ષા સાથે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન જામનગર રોડ પર માધાપર ચોક બ્રિજ નીચે એક શંકાસ્પદ રિક્ષાચાલકને ઝડપી પુછપરછ કરતા તેનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પરમાર (ઉ.વ.26)ની ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતા પોતે રાજકોટ શહેર અને અમદાવાદમાંથી રીક્ષા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપી પાસેથી 6 રીક્ષા કબ્જે કરી 5 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે આરોપી પાસેથી 5.65 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ, જામનગર અને મોરબીમાં મળી કુલ 13 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી ₹1.95 લાખના છત્તરની ચોરી શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક બ્રહ્માણી માતાજીના મંદિરમાં સેવા-પૂજાની જવાબદારી સંભાળતા ફરિયાદી ટપુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, 5 જુલાઈ, 2026ના રોજ બપોરના 12થી 12.45ના સમય દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ મંદિરે આવ્યો હતો અને દર્શન કરવાના બહાને તેમની પાસેથી મંદિરની ચાવી લઈ ગયો હતો. ત્યારબાદ, ઘણો સમય વીતી જવા છતાં તે વ્યક્તિ ચાવી પરત આપવા ન આવતા ટપુભાઈને શંકા ગઈ હતી. જ્યારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે મંદિરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને તપાસ કરતા ચાંદીનું છત્તર અને ખેતલાઆપાનું ફળું ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસપોર્ટમાં મુસાફરના ખિસ્સામાંથી 67 હજારના મોબાઈલની ચોરી રાજકોટના આર્યનગરમાં રહેતા સ્મિતભાઈ બોસમિયા 4 જુલાઈ,2026ના રોજ સવારે પોતાના માતાને ગારીયાધાર જવા માટે રાજકોટ બસ સ્ટેશન મૂકવા ગયા હતા દરમિયાન જ્યારે પ્લેટફોર્મ નંબર 13 પર બસમાં ચડવા માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ખૂબ જ ભીડ હોવાથી અજાણ્યા શખ્સે નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હતો. બસમાં ચડ્યા બાદ જ ખ્યાલ આવ્યો કે તેનો સેમસંગ ગેલેક્ષી S25 ગાયબ છે જેથી તાત્કાલિક પોતાની માતાના ફોન પરથી પોતાના નંબર પર કોલ કર્યો હતો પરંતુ ફોન પર કોઈ પ્રતિસાદ ન મળતા તેમને ચોરી થયાની જાણ થઈ હતી. બનાવ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાવડી પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આધેડનું મોત મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા સંદિપકુમાર લક્ષ્મણપ્રમોદ પાલ (ઉં.વ.45) ગઈકાલે પોતાનું વાહન લઈને કામ અર્થે નીકળ્યા હતા. દરમિયાન વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડ પરથી પસાર થતી વખતે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમના વાહનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંદિપકુમાર રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈમાં ભારે વરસાદથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત:5 ટ્રેનો રદ અને 1 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ, સ્ટેન્ડિંગ ચેરમેને મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી
    Next Article
    સુરતમાં મેઘ તાંડવ વચ્ચે કાળનો કોપ:વરસાદના રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે કરંટ લાગવો, વીજળી પડવી અને ખાડામાં ડૂબી જવાથી 7 માસૂમ જિંદગીઓ હોમાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment