Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પોલીસ પરિવારનો રણકાર નવરાત્રી મહોત્સવ:SP પાર્થરાજસિંહ ગોહિલ પણ પરિવાર સાથે જોડાયા, ગાયિકા અભિતા પટેલના તાલે ઝૂમ્યા ખેલૈયા

    2 days ago

    હિંમતનગરમાં જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે રણકાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાંચ દિવસીય આ મહોત્સવમાં ગુરુવારે પાંચમા નોરતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગરબે ઘૂમ્યા હતા. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પણ પરિવાર સાથે ગરબામાં જોડાયા હતા. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પરંપરાગત પોશાકમાં રમ્યા ગરબા રણકાર ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવની શરૂઆત માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરવામાં આવ્યા બાદ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના પરિવારજનો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ પોલીસ પરિવારના સભ્યોએ ઉત્સાહભેર ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરી હતી. ગાયિકા અભિતા પટેલના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા મહોત્સવમાં ગાયિકા અભિતા પટેલના ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યોએ ગરબામાં ભાગ લઈને નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ ગ્રાઉન્ડ ખાતે સુરક્ષા વ્યવસ્થા પણ જાળવવામાં આવી હતી. મોતીપુરામાં આજથી ચાર દિવસીય તાલ નવરાત્રીનો પ્રારંભ બીજી તરફ, હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે આજથી ચાર દિવસીય તાલ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ઉપરાંત શહેરમાં રંગતાળી, માંનો માંડવો અને મધરાત નવરાત્રી મહોત્સવ સહિતના વિવિધ ગરબા આયોજનો પણ કરવામાં આવ્યાં છે. વિવિધ ગરબા આયોજનોમાં ખેલૈયાઓનો ઉત્સાહ હિંમતનગરમાં નવ દિવસ સુધી ચાલનારા વિવિધ ગરબા મહોત્સવોમાં યુવાનો, મહિલાઓ અને પરિવારજનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત વેશભૂષા અને રંગબેરંગી પોશાકમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ યોજાતા નવરાત્રી મહોત્સવોના કારણે ધાર્મિક આસ્થા, પરંપરા અને ઉત્સવનો માહોલ જામ્યો છે
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં હનુમાનજી મંદિર આગળ 300 વર્ષથી રમાય છે દોરી રાસ:પ્રજાપતિ સમાજની પેઢીએ આધુનિક યુગમાં પણ આ અનોખી પરંપરા જીવંત રાખી
    Next Article
    "Martyr": Akal Takht Leader On Murdered Punjab Anti-Drug Activist

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment