Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ITRA દ્વારા 'રન ફોર યોગ' રેલી:આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અભિયાન અંતર્ગત આયોજન

    3 days ago

    જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ITRA) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 100 દિવસથી વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત 4,500થી વધુ લોકોને યોગ સાથે જોડવામાં આવ્યા છે. આગામી 21 જૂને ધન્વંતરી મેદાન ખાતે 'યોગ મહાસંગમ'નું આયોજન કરાશે. આ વર્ષે આયુષ મંત્રાલય દ્વારા “સશક્ત આયુષ્ય માટે યોગ” થીમ નિર્ધારિત કરવામાં આવી છે. જામનગરની ITRA સંસ્થા આયુર્વેદ ક્ષેત્રે દેશની એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવે છે. ITRA ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના માર્ગદર્શન હેઠળ સમાજના વિવિધ વર્ગો જેવા કે બાળકો, મહિલાઓ, વૃદ્ધો, સૈનિકો અને જેલના કેદીઓ માટે 11 જેટલા મોટા આયોજનો કરાયા હતા. આમાં 'રન ફોર યોગ' રેલી, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ, નિ:શુલ્ક યોગ ક્લાસ અને ડોક્ટર્સ માટે શૈક્ષણિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ITRA ના સ્વસ્થવૃત (યોગ) વિભાગ દ્વારા વર્ષ દરમિયાન સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો માટે પણ યોગલક્ષી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. યોગને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે સંસ્થાની ચેનલ ANCN પર “યોગ છે હુંથી હુંનું મિલન” ગીતનું ઓડિયો-વિડિયો લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે, જેના શબ્દો અને સંગીત આયુષ મંત્રાલયના સલાહકાર પ્રો. વૈદ્ય મનોજ નેસરીએ આપ્યા છે. સ્વસ્થવૃત વિભાગના વડા વૈદ્ય શાલિની મિશ્રાએ જણાવ્યું હતું કે, ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ પણ હોવાથી યોગ અને સંગીતનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓ દ્વારા ખાસ 'યોગ ફ્યૂઝન પરફોર્મન્સ' તૈયાર કરાયું છે. આગામી ૨૧મી જૂને જામનગરના ધન્વંતરી મેદાન ખાતે યોજાનાર 'યોગ મહાસંગમ'માં આ વિશેષ સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીનું 'વિદ્યાર્થીઓની ગુંજ' હસ્તાક્ષર અભિયાન:કહ્યું- પેપર લીક, મોંઘી ફી અને બેરોજગારી પર વિદ્યાર્થીઓનો અવાજ સરકાર સુધી પહોંચાડીશું
    Next Article
    SP સંજય ખરાતનો નાગરિકો સાથે સીધો સંવાદ:પોલીસ કામગીરીની સમીક્ષા કરી, વિશ્વાસ અને પારદર્શિતા વધારવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment