Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્યાંગ સુવિધાઓ વગરની શાળાઓ સામે શિક્ષણ વિભાગ આકરા પાણીએ:દિવ્યાંગો માટે શાળાઓ સુગમ્ય નહીં હોય તો માન્યતા રદ થશે: 10 દિવસનું અલ્ટીમેટમ આપતા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય

    7 hours ago

    ​જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં કોઈ પણ પ્રકારની શારીરિક અડચણ ન નડે તે માટે સમગ્ર ગુજરાતમાં દાખલો બેસે તેવો અત્યંત કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિઝાબિલિટીઝ એક્ટ-2016 ની જોગવાઈઓ મુજબ તમામ શાળાઓની ઇમારતો દિવ્યાંગો માટે સુગમ્ય હોવી કાયદાકીય રીતે ફરજિયાત છે. આ કાયદાનું યોગ્ય પાલન ન થતું હોવાની બાબત સરકાર અને નામદાર હાઇકોર્ટના ધ્યાને આવતા તેને સુઓ મોટો કેસ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. જેને પગલે જૂનાગઢ સમગ્ર શિક્ષા કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ ખાનગી પ્રાથમિક શાળાઓને પરિપત્ર પાઠવીને તાત્કાલિક અસરથી તમામ સુવિધાઓ ઊભી કરવા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. ​આ સમગ્ર મામલે અગાઉ પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં અનેક શાળાઓએ નિયત ચેકલિસ્ટ મુજબ કામગીરી પૂર્ણ કરીને પ્રમાણપત્ર રજૂ કર્યું ન હતું, જેને કારણે શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે. હવે તમામ શાળા સંચાલકોને માત્ર 10 દિવસનું આખરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ 10 દિવસના સમયગાળામાં શાળાઓ દ્વારા રેમ્પ, વ્હીલચેર અને દિવ્યાંગ-ફ્રેન્ડલી શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવામાં નહીં આવે તો તેઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ નામદાર કોર્ટમાં આ અંગેનો અહેવાલ રજૂ કરવાનો હોવાથી કસૂરવાર શાળાઓની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર વડી કચેરી ખાતે સીધી દરખાસ્ત પણ કરવામાં આવશે. ​જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાજ્ય કચેરી દ્વારા દિવ્યાંગ સુગમ્ય ઇમારત બનાવવા અંગેની સૂચનાઓ મળેલ છે અને તે જ પ્રમાણે જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં દિવ્યાંગ સુગમ્ય ઇમારત બને તે માટે જરૂરી આદેશો પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. દિવ્યાંગ કમિશનની ગાઇડલાઇન મુજબ દરેક શાળા દિવ્યાંગો માટે સુગમ્ય હોવી જ જોઈએ. જૂની મંજૂરી ધરાવતી શાળાઓમાં અગાઉ કદાચ આવા નિયમોનું ધ્યાન ન રખાયું હોય પરંતુ હવે બાળકોના હિતમાં આ સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવી જ પડશે અને આ કામગીરી માટે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ​આ વ્યવસ્થા ચકાસવા માટે 1 થી 17 મુદ્દાઓનું એક ખાસ ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેને તમામ શાળાઓએ ભરીને રજૂ કરવાનું રહેશે જેથી શાળામાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને કઈ ખૂટે છે તેની સ્પષ્ટ જાણકારી મળી શકે. લતાબેન ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે જે સુવિધાઓ ઉપલબ્ધ નથી તેને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા પત્ર દ્વારા જાણ કરાઈ છે અને ખાનગી શાળાના સંચાલકો સાથે રૂબરૂ મીટિંગ યોજીને પણ આ તમામ બાબતો ચર્ચી લેવાઈ છે. શાળાઓએ ચેકલિસ્ટ સાથે સુવિધાઓના લાઇવ ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે સબમિટ કરવાના રહેશે. ​તમામ શાળાઓ પાસેથી અહેવાલ મળ્યા બાદ શિક્ષણ વિભાગની ટીમ, સીઆરસી અને બીઆરસી કક્ષાએથી રૂબરૂ સ્થળ તપાસ એટલે કે વેરિફિકેશન કરશે. આ ચકાસણી દરમિયાન જો કોઈ શાળામાં ત્રુટિ કે ખામી જણાશે તો તેમની સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી શાળાઓ અંગે વાત કરતા લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં મોટાભાગે આવી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે અને જો ક્યાંય પણ ખૂટતી સુવિધાઓ હશે તો તે પણ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    'સોફા ઉપર બેસને અહીં મોઢા સામે ઉભો છેતે':આ રીતે દરરોજ થાય છે 'પારકી પંચાત'નું શૂટિંગ, સ્ટુડિયોમાં ચિંતનના મજેદાર બ્લૂપર્સ, ભાજપના નેતાને IPS પંડમાં આવ્યા
    Next Article
    બોટાદમાં રક્ષાબંધને ઘનશ્યામ મહારાજનું પૂજન-આરતી કરાઈ:લક્ષ્મીનારાયણ પાર્ક મહિલા સંસ્કાર કેન્દ્ર ખાતે હરિભક્તોએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment