Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા બસ સ્ટેન્ડમાં લાખોના ખર્ચે બનેલો RCC રોડ વર્ષમાં ધોવાયો:1 જ વર્ષમાં RCC માર્ગ તૂટયા, ધોધમાર વરસાદથી પરિસમાં ઠેર ઠેર ખાડા અકસ્માતની ભીતિ‎

    17 hours ago

    ગોધરાના ભુરાવાવ સ્થિત હંગામી એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં લાખો રૂપિયાના ખર્ચે માત્ર 1 વર્ષ અગાઉ બનાવેલો નવીન આરસીસી (RCC) માર્ગ પ્રથમ ચોમાસામાં જ ધોવાતાં તંત્રની કામગીરી અને માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.હાલમાં બસ સ્ટેન્ડ પરિસરમાં હાલ ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ગોધરા ખાતે શુક્રવારની રાત્રિએ પડેલા વરસાદને કારણે ખાડાઓ પાણીથી લબાલબ થઈ ગયા છે. ગોધરાના આ વ્યસ્ત હંગામી બસ મથકેથી દિવસ-રાત દરમિયાન અસંખ્ય લોકલ અને લાંબા રૂટની બસોની ભારે અવરજવર રહે છે. મુસાફરોથી ભરેલી દરેક બસોને ફરજિયાતપણે આ ઊંડા ખાડાઓમાંથી જ પસાર થવું પડે છે, જેના કારણે બસોને મોટું નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત,પાણી ભરાયેલા હોવાને કારણે ખાડાની ઊંડાઈનો અંદાજ ન આવતા વાહનોને મોટી દુર્ઘટના સર્જાવાનો અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં તંત્રની આ લોલમલોલ નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    વીજળીના અભાવે વહેલી સવારે પાણી પુરવઠાથી લોકો વંચિત:ગોધરામાં સામાન્ય વરસાદમાં જ 10 કલાક વીજ પુરવઠો ખોરવાયો
    Next Article
    ગોધરા સ્ટેશને આણંદ મેમુના બીમાર અને વૃદ્ધો દાદર ચઢવા મજબૂર:ગોધરા સ્ટેશને 2 લિફ્ટ તૈયાર, પણ મુહૂર્તના અભાવે બિનઉપયોગી બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment