Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા સ્ટેશને આણંદ મેમુના બીમાર અને વૃદ્ધો દાદર ચઢવા મજબૂર:ગોધરા સ્ટેશને 2 લિફ્ટ તૈયાર, પણ મુહૂર્તના અભાવે બિનઉપયોગી બની

    15 hours ago

    ગોધરા ખાતે જિલ્લાનું સૌથી મોટું અને મહત્વનું રેલવે સ્ટેશન આવેલું છે,જ્યાંથી આખા જિલ્લાની પ્રજા ટ્રેન મુસાફરીનો પ્રારંભ કરે છે પરંતુ હાલમાં રેલવે તંત્રની આંખ આડા કાન કરવાની નીતિને કારણે મુસાફરો,ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પરથી આણંદ મેમુ સહિત સવાર-સાંજની પાંચથી વધુ ટ્રેનોની અવરજવર રહે છે.મુસાફરોની સુવિધા માટે અહીં લાખો રૂપિયાના ખર્ચે બે નવીન લિફ્ટ સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં એક લિફ્ટ પ્લેટફોર્મ નંબર 4-5 પર અને બીજી લિફ્ટ ઉત્તર દિશામાં રેલવે કોલોની તરફના બીજા પ્રવેશ દ્વાર (નવીન ટિકિટ બુકિંગ) પાસે બનાવવામાં આવી છે. જોકે, આ બંને લિફ્ટ લાંબા સમયથી તૈયાર હોવા છતાં માત્ર નેતાઓના ''ઉદ્ઘાટન''ના અભાવે બંધ હાલતમાં પડી રહી છે.બીજા પ્રવેશ દ્વાર અને ટિકિટ બુકિંગ શરૂ થવાથી શહેરના ઉત્તર અને પૂર્વ પટ્ટીના લોકોને લાંબા ચક્કરમાંથી મુક્તિ તો મળી છે, પણ લિફ્ટ બંધ હોવાથી મુસાફરોની મુશ્કેલીઓ યથાવત છે. પરિણામે, વયોવૃદ્ધો અને બીમાર લોકોને સીડીઓ ચઢવામાં અને દૂર દૂર સુધી પોતાનો ભારે સામાન જાતે ઉંચકીને જવા માટે મજબૂર થવું પડે છે. મુસાફરોની માંગ છે કે ઉદ્ઘાટનની રાહ જોયા વિના આ લિફ્ટ જનતા માટે તાકીદે કાર્યરત કરે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા બસ સ્ટેન્ડમાં લાખોના ખર્ચે બનેલો RCC રોડ વર્ષમાં ધોવાયો:1 જ વર્ષમાં RCC માર્ગ તૂટયા, ધોધમાર વરસાદથી પરિસમાં ઠેર ઠેર ખાડા અકસ્માતની ભીતિ‎
    Next Article
    વાસ્મોના આસિસ્ટન્ટ ટેક્નિશિયન પણ પકડાયો, ધરપકડનો આંકડો 46 પર પહોંચ્યો:મહી. નલ સે જલમાં ભાજપ અગ્રણી કલ્પેશ શાહનું આત્મસમર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment